રહિશોમાં ફાફડાટ:રાજપીપળા નજીકના મોટાહેડવા ગામે દીપડાએ ગાયનું મારણ કર્યું

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રહેણાંક વિસ્તારોમાં દીપડો દેખા દેતા રહિશોમાં ફાફડાટ ફેલાયો
  • વન વિભાગે પાંજરું મૂકી દીપડાને પકડવા કવાયત હાથ ધરી હતી

નર્મદા જિલ્લામાં દીપડાઓ ની સંખ્યા ઘણી છે. તાજેતરમાં નાંદોદ તાલુકાના મોટા હેડવા ગામની સીમમાં દીપડાએ એક ગાયને મરણ બનાવતા ગ્રામજનોમાં ફફળાટ ફેલાયો છે.ગ્રામજનો એ વન વિભાગને જાણ કરતા વન વિભગે પાંજરું મુકવાની કામગીરી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મોટા હેડવાના એક ખેડૂત ની ગાય સીમમાં ચરતી હતી. ત્યારે એક ગાય ને મારણ કરી ફાળી ખાધી હતી.

સવારે ગાયને શોધતા મૃત હાલતમાં ગાય મળી હતી અને આજુબાજુ માં દીપડાના મોટા પંજા પણ દેખાય છે ત્યારે દીપડો હવે રહેઠાણ વિસ્તારમાં આવવા લાગ્યો હોય ગ્રામજનો એ વન વિભાગને જાણ કરતા વન વિભાગે પાંજરું મુકવાની તજવીજ હાથ ધરી હતી.જગલોમાં વાઘ હોવા ની લોક ચર્ચા વાઘ દ્વારા એક ગાય પર હુમલો કરી ગાય ને મારી નાખી.

અન્ય સમાચારો પણ છે...