દુર્ઘટના:તિલકવાડાના બુંજેઠા ગામ પાસે રસ્તો ઓળંગતા દીપડાનું વાહનની ટક્કરે મોત

રાજપીપલા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નર્મદા વન વિભાગની ટીમે દીપડાનો મૃતદેહ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના બુજેઠા ગામ પાસે ફોરલેન હાઇવે રોડ ક્રોસ કરતી વખતે કોઈ અજાણ્યા વાહનની ટક્કર દીપડાને વાગતા ગંભીર ઈજાઓ પહોંચી જેથી સ્થળપર જ દીપડાનું મોત થયું હતું. કેવડિયા વન વિભાગ દોડી આવ્યું હતું. વજેરિયાના જંગલોમાં દીપડાનું એક મોટી વસ્તી છે ગત રોજ સાંજે 6 વાગ્યાના સમયે ખોરાક અને પાણીની શોધમાં જંગલ વિસ્તારમાંથી દીપડો તિલકવાડા ડભોઇ મુખ્ય ફોરલેન રોડ ક્રોસ કરી સામે ની બાજુ જતો હતો.

ત્યારે કોઈ અજાણ્યું વાહન પૂર ઝડપે આવી રસ્તો ક્રોસ કરતા દીપડાને ટક્કર મારી ફંગોળી દેતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી ટક્કર માથાના ભાગે જોરદાર વાગતા દીપડાનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું. સાંજે આ રોડ પરથી પસાર થતા લોકો ઉભા રહીને જોવા ઉભા રહ્યા હતા. મોટી સંખ્યામાં ગ્રામજનો પણ દીપડાને જોવા ટોળા વળી ગયા હતા. જોકે આ બાબતે કેવડિયા વન વિભાગને જાણ થતા વન કર્મીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...