તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કપરી પરિસ્થિતિ:નર્મદામાં અપૂરતી સારવારથી લોકોના મોત, જિલ્લા બાર એસોસિએશન

રાજપીપળા8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 24 વર્ષમાં નર્મદાને એક પણ સ્પેશિયલ તજજ્ઞ ડોકટર મળ્યા નથી

નર્મદા જિલ્લો કપરી પરિસ્થિતિ માંથી પસાર થઈ રહ્યો છે.ત્યારે રાજપીપળામાં આરોગ્ય સેવાઓ સહીત પાયાની વિવિધ સુવિધાઓ ઊભી કરવા નર્મદા જિલ્લા બાર એસોસિએશન હવે મેદાનમાં આવ્યું છે.નર્મદા જિલ્લા બાર એસોસિએશન પ્રમુખ એડ.વંદના ભટ્ટે રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રજુઆત કરી છે.નર્મદા જિલ્લા બાર એસોસિએશન પ્રમુખ એડ.વંદના ભટ્ટે રજુઆતમાં જણાવ્યું છે નર્મદા જિલ્લો વિશ્વ ફલક પર છવાયો છે તે છતાં રાજપીપળા આરોગ્ય, શિક્ષણ સહીત અન્ય પાયાની સુવિધાઓથી વંચિત રહી ગયો છે.

નર્મદા જિલ્લામાં પૂરતા ડોક્ટરો અને દવાઓના અભાવે કોરોનાની સારવાર કરાવતા લોકોને વલખા મારવા પડે છે.છેલ્લા 24 વર્ષમાં નર્મદા જિલ્લાને એક પણ સ્પેશિયલ તજજ્ઞ ડોકટર મળ્યો નથી, અન્ય જિલ્લાઓની સરખામણીએ નર્મદા જિલ્લા સાથે આવો ભેદભાવ કેમ.નર્મદા જિલ્લામાં કોરોનાની કપરી સ્થિતિમાં અપૂરતી સુવિધાઓને લીધે લોકો તડપી તડપીને મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે એ જોઈ અમારું હૃદય દ્રવી ઉઠ્યું છે, અમારી હિંમત ખૂટી પડી છે.

નર્મદા જિલ્લામાં પૂરતી સારવાર મળતી ન હોવાથી લોકો ટપો ટપ મરી રહ્યાં છે.કોરોના સંક્રમણની ચેન તોડવા કોરોના સારવાર માટે ઓક્સિજન સહિત અન્ય તબીબી સાધનો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી, જે સાધનો ઉપલબ્ધ છે એનો ઉપયોગ કરવા યોગ્ય ટેક્નિશિયન અને જાણકાર તબીબો નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો