તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:રાજપીપલામાં વીજ કનેક્શન કપાતા નગરમાં અંધારપટ

રાજપીપલા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપ પાલિકામાં સત્તા સંભાળે તે પૂર્વે જ સમસ્યા

રાજપીપલા નગરપાલિકામાં ભાજપની જંગી જીત બાદ સત્તા સાંભળવાના છે. હજુ હોદ્દેદારોની તાજપોષી થાય તે પૂર્વે જ પાલિકાના વોર્ડ 2, 3 અને 4,6 સહિતના વિસ્તારોમાં પાણીની બૂમો ઉઠી છે. વોર્ડ 2 માં આવતા પાણીના પ્રવાહમાં કુવાની મોટર બળી ગઈ છે.જેને ચાર દિવસ થયા, બીજી બાજુ પાલિકાનું વીજ બિલ બાકી હોય જીઈબીએ સ્ટ્રીટ લાઈટ નું કનેક્શન કાપી નાખ્યું. આવા પ્રશ્નો એક સાથે બનવાનું કરણ સુ. સત્તા બેસે એ પહેલાં ભાજપ પ્રત્યે પ્રજામાં રોશ ફેવવાનો કોઈ હીન પ્રયત્ન કરે છે કે વહીવટદાર કે તેમની ટીમ સરકાર વિરોધી કામ કરે છે.એવી તંત્રમાં ચર્ચા જોર પકડી છે.

જોકે ટુક સમયમાં વહીવટ સાંભળનાર ભાજપના સભ્ય અને હોદેદારો દ્વારા મુખ્ય અધિકારી રજા પર છે. તેઓ.આવી જશે ત્યારે ચેક કઢાવી થોડું બીલ ભરી દેવાની ખાતરી આપતા સ્ટ્રીટ લાઈટો ચાલુ કરાવી છે. પાણીની સમસ્યા ઉકેલવા વોટરબાઉઝર મોકલી પાણી પૂરું પાડવામાં આવે છે. મુખ્ય અધિકારી આવે ખર્ચ માટે સત્તા હાલ તેમની પાસે હોય તેઓ રજાપર હોય આ કામગીરી અટવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...