તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દંડની વસુલાત:પોલીસની દંડ ઉઘરાવવામાં દાદાગીરી, ઘરના ઓટલે બેઠેલા લોકો પાસેથી 1000 વસૂલ્યાં

રાજપીપલા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોલીસને પણ દંડનું ટાર્ગેટ અપાતાં રાજપીપલા ટાઉન પોલીસનો માસ્ક વિના ફરતા લોકો પાસેથી દંડની વસુલાત

કોરોના મહામારી વચ્ચે નર્મદા જિલ્લામાં કોરોના કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર આરોગ્ય વિભાગ અને પોલીસ તમામ કામે લાગી ગયા છે ત્યારે હાલ માસ્ક કોરોના સામે રક્ષણ આપનારું હોય માસ્ક વગર દેખાતા લોકો સામે તવાઈ બોલાવાઇ રહી છે. અત્યર સુધી 2.5 લાખ કરતા પણ વધુ દંડ ઉઘરાવ્યો છે. એક બાજુ લોકોના ધંધા ના ઠેકાણા નથી બીજી બાજુ 1000 રૂપિયા દંડ વસુલ્યો.હવે હદ તો ત્યાં થઇ ગઈ કે પોલીસ ઘરના આંગણે ઓટલા પાર બેઠેલા લોકોના પણ દાદાગીરી કરી 1000 દંડ વસૂલ્યા આવી દાદાગીરીથી લોકોમાં રોષ વધી રહ્યો છે.

પોલીસ કોઈ નેતાને નહિ પણ ગરીબેને જ દંડે છે એવો રોષ લોકોમાં જોવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાગે રીક્ષા ફરતી કરાઈ કે ટેસ્ટ નહિ કરવો તો તમારા ધંધા બંધ કરી દેવાશે. આ દાદાગીરીનો વિરોધ થયો. શહેરમાં માસ્ક વગર ફરતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા નીકળેલી પોલીસે કાછીયાવાડમાં પહોંચી ઘરના ઓટલે માસ્ક વગર બેઠેલા લોકો પાસે 1000 રૂપિયા દંડ ઉઘરાવતા પોલિસ અને લોકો વચ્ચે તું તું મેં મેં થયું હતું.

ભરચક વિસ્તરમાં પોલીસ કાર્યવાહી થતી નથી
રાજપીપલામાં પોતાના ઘરના ઓટલા પર બેસી બે લોકો વાત કરતાં હતાં. પોલીસ આવીને 1000નો દંડની રસીદ ફાડી પૈસા માટે દાદાગીરી કરી હતી. ખડુતે રૂપિયા આપવા પડ્યા. તે કેટલું વ્યાજબી. શહેરના ભરચક વિસ્તરમાં પોલીસ કાર્યવાહી નથી કરતી. > કપિલ પટેલ, કાછીયાવાડ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો