તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરનામું:રાજપીપળાના કેટલાક વિસ્તારોમાં આજે બપોરે એક વાગ્યા સુધી કર્ફ્યુ

રાજપીપલા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંદર્ભે જિલ્લા કલેક્ટરનું જાહેરનામું

આજે અષાઢી બીજ ને 12 જુલાઈના રોજ રાજપીપલા શહેર ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળનાર છે. ગુજરાત સરકારના આમુખ-1 ના હુકમથી કોરોના સંક્રમણની પરિસ્થિતિની સમીક્ષા કરી, રાજ્યમાં ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા શોભાયાત્રાને લગતી સૂચનાઓ આપવામાં આવેલ છે.

જેને અનુલક્ષીને નર્મદા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એચ.કે.વ્યાસે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામાં દ્વારા આજે રાજપીપલા શહેરમાં નીકળનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા અન્વયે રાધાકૃષ્ણ મંદિર, સ્ટેશન રોડ, કોર્ટ ત્રણ રસ્તા, લાલ ટાવર, દરબાર રોડ, જુની પોષ્ટ ઓફિસ, કાછીયાવાડ, માછીવાડ ગેટ અને સફેદ ટાવર વિસ્તારોમાં 12 જુલાઈ 21 ના રોજ સવારના 7 કલાકથી બપોરના 01 કલાક સુધી કરફ્યુ નો અમલ જાહેર કરેલ છે.

કરફ્યુના આ સમયગાળા દરમ્યાન માછીવાડ ગેટથી સ્ટેશન રોડ તરફ આવતા વાહનોએ હરસિધ્ધિ માતાજી મંદિર, સંતોષ ચોકડી, કાળીયા ભૂતથી વડીયા જકાતનાકા તરફ તથા કોર્ટ ત્રણ રસ્તાથી કાળાઘોડા તરફ જતા વાહનોએ કોલેજ રોડ થઈ કાળીયા ભૂતથી હરસિધ્ધિ ભવાની મંદિર થઈ કાળાઘોડા અને વડીયા જકાતનાકા તરફ જવાના વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે, તેમ પણ ઉક્ત જાહેરનામામાં રૂટ ડાયવર્ઝનનો હુકમ કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...