વ્યાજખોરનો ત્રાસ:ઉંચા વ્યાજે નાણાં આપી મિલકતો પડાવી હેરાન કરતા 4 શખસ સામે ફોજદારી ગુનો

રાજપીપળા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજપીપળાના વેપારીએ વ્યાજ સહિત નાણાં ચૂકવી દીધા છતાં ધીરધારોએ મકાન પડાવી લીધું

રાજપીપલા ખાતે રહી જલારામ ટ્રેડર્સનો ધંધો કરતા વેપારી બલુચી અલ્તાફખાન અશરફખાને આક્ષેપો સાથે ચાર શખ્સો સામે લેખિત રજૂઆત કરી છે. મધ્યપ્રદેશ અલીરાજપુરના યતેન્દ્રસિંહ ભાટી, અને પ્રભાત યતેન્દ્રસિંહ ભાટી અને તેમના બે સાથી એવા ડભોઇ થુવાવી રહેતા દેસાઇ મોહન સોનજી અને અંગુઠનના રહીશ ચૌહાણ રાજેન્દ્રસિંહ નટવરસિંહ એક બીજાના સહયોગથી નાણાકીય વ્યવહાર કરતા હતા. આ ચાર શખસો ઉંચા વ્યાજે જિલ્લામાં વેપારીઓને નાણાં આપે છે.

ફરિયાદી અલતાફે પણ યાતેંન્દ્રસિંહ ભાટી પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા અને સામે ચેક આપ્યા હતા. બન્ને વચ્ચે વેપારી સંબંધોના કારણે એકબીજાના વેપાર ધંધાના સ્થળે અવર જવર કરતા બન્ને વચ્ચે પૈસાની લેવડ દેવડ થતી જેમાં વેપારી અલતાફ ભાઈએ 30 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને ઉંચુ વ્યાજ લેતા રાજપીપલા ના વેપારીએ વ્યાજે લીધેલા રૂપિયામાં તેને સામે આપેલ ચેકમાં થી 6.15 લાખ યતેંન્દ્રસિંહ ને 29.55 લાખ RTGS દ્વારા પરત પણ આપી દીધા છતાં બાકી નાણું કાઢી આ યતેંન્દ્રસિંહે વેપારી અલ્તાફ બેલુચી પાસેથી કોરી ચેકબુક લઇ બેંકમાં નાખી નેગોશીયેબલ ના કેશો કરીશ અને બીજાની ગાડીની ટક્કરે ઉડાવી દઈશ, મારીનાખવાની ધમકી આપી તેનું મકાન પણ દસ્તાવેજ કરી તેના પરની 15 લાખ કોર્પ લોન હું ભરીશ કહી પડાવી લીધી હવે એ લોન ભરતા નથી. વેપારી હાલ મુશ્કેલીમાં મુકાયો છે એટલે તેણે પોલીસના દ્વાર ખખડાવ્યા છે. અને ગૃહ મંત્રી,કલેકટર અને પોલીસવડા પાસે ન્યાયની માંગ કરી છે.