કાર્યવાહી:કોરોના કાળમાં લગ્નમાં ભીડ કરનારા સામે ગુનો નોંધાયો

રાજપીપલાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નર્મદા જિલ્લામાં આ પ્રકારની પ્રથમ ફરિયાદ,લગ્ન પ્રસંગનો વીડિયો વાયરલ થયો હતો

ગરુડેશ્વર તાલુકાના કરેલી ગામે 10 ડિસેમ્બર 20 રોજ ચંપક ગોવિંદ તડવીના દિકરાના લગ્ન હોય તેમાં વધુ ભીડ ભેગી કરી ડીજે વગાડી ડાન્સ કર્યો હતો. કોવિડ-19ની ગાઇડલાઇન પ્રમાણે માસ્ક, સેનિટાઇઝર, સોસીયલ ડિસ્ટન્સ જાળવ્યું નહોતીં. જે અંગેનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો ગરુડેશ્વર પોલીસ પાસે આવતા પોલીસે તેની તપાસ કરી લગ્ન પ્રસંગનું આયોજન કરનાર ચંપક તડવી, કુલદિપ તડવી, રાજેશ તડવી, કિશોર તડવી, ઈન્દુ તડવી, રામજી તડવી, ભાનુ તડવી, ધર્મેંદ્ર તડવી, રાયસિંગ તડવી, રામજી તડવી સામે જાહેરનામાંનો ભંગની ફરિયાદ નોંધાઈ છે. લગ્નમાં જાહેરનામા ભંગની જિલ્લામાં પ્રથમ ફરિયાદ નોંધાઈ છે.

અન્ય સમાચારો પણ છે...