કાર્યવાહી:લેન્ડ ગ્રેબિંગ હેઠળ સાગબારાના પાડી ગામના શખસો સામે ગુનો

રાજપીપળા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડેડિયાપાડાની વન મંડળીની જમીન બારોબાર વેચાઈ છતાં તંત્ર ચૂપ
  • જિલ્લામાં જમીનો ઉપર ગેરકાયદે કબજો કરનાર ઈસમો સામે કાર્યવાહી

તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ગેરકાયદેસર જમીન પચાવી પાડનાર સામે કડક કાર્યવાહી થાય તે માટે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ –20 ની જોગવાઈઓ અમલમાં મૂકવામાં આવેલ છે. જેને લઈને નર્મદા જિલ્લાનાં સાગબારા તાલુકાનાં પાડી ગામનાં અરજદાર નરસિંહ વસાવાએ મોજે. પાડી તા.સાગબારાનાં ખાતા નં.173 થી આવેલ સર્વે નં. 3 હે. 2-58-04 આરે ચોમી તથા સર્વે નં.4 હે.1-54-40 આરે ચોમી વાળી જમીન બાબતે સામાવાળાઓ દ્વારા ગેરકાયદેસર કબજો કરેલ હોવા અંગે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ (પ્રોહિબિશન) એક્ટ-20 હેઠળ અરજી કરવામાં આવેલ હતી.

અરજદારની અરજીને લઈને પ્રાંત અધિકારી દેડીયાપાડા તથા પોલીસ અધિક્ષક, નર્મદા મારફતે તપાસ કરાવી, 1 ઓક્ટોબર 2021 નાં રોજ અધ્યક્ષ, જિલ્લા લેન્ડ ગ્રેબિંગ સમિતિ અને કલેક્ટર, નર્મદાનાં અધ્યક્ષસ્થાને મળેલ લેન્ડ ગ્રેબિંગ સમિતિની બેઠકમાં અરજીમાં જણાવેલ સામાવાળાઓ દ્વારા સવાલવાળી જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરેલ હોવાથી ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ સામાવાળાઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાનો નિર્ણય કરવામાં આવેલ હતો.

અન્ય સમાચારો પણ છે...