ધમકી:કોવિડ હોસ્પિટલમાં લેબ ટેક્નિશિયન પગાર માંગે તો છુટા કરવાની ધમકી

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા સંકલનની બેઠકમાં પ્રશ્ન ઉઠાવ્યો

નર્મદા કલેકટર ડી.એ.શાહની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક મળી હતી. જેમાં ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પ્રજાને પડતી મુશ્કેલીને લગતા અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા.મનસુખ વસાવાએ સંકલનની બેઠકમાં જણાવ્યું હતું કે, રાજપીપળાની સિવિલ હોસ્પિટલ કામ ચલાઉ કોવિડ હોસ્પિટલમાં લઈ જવાની છે.પણ જ્યાં સિવિલ હોસ્પિટલ જ્યાં ચાલું છે ત્યાં પણ પ્રાથમિક સારવાર માટે તબીબોની ટીમ કાર્યરત રાખવી જોઈએ.રાજપીપળા નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને અનેક મુશ્કેલીઓ પડી રહી છે, હેડ નર્સ ખાનગી નર્સિંગ કોલેજનો પણ વહીવટ કરે છે.

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં લેબ ટેક્નિશિયન સ્ટાફ છેલ્લા 5 મહિનાથી સેવા આપે છે પણ એમને 2 મહિનાનો પગાર આપ્યો છે, બાકી પગાર માંગે તો એમને છુટા કરવાની ધમકી અપાય છે, સફાઈ કામદારો સાથે પણ આવું જ વર્તન કરાય છે. છેલ્લા 10 વર્ષથી ભરૂચમાં ચાલતી નર્મદા જિલ્લાની એન્જીનીયરીંગ કોલેજનું બાંધકામ ક્યારે શરૂ થશે, કન્યા છાત્રાલયનું ખાતમુહૂર્ત કરે 3 વર્ષ થયા તો બાંધકામ પૂર્ણ ક્યારે થશે.

સાગબારા અને ડેડીયાપાડાના બધા જ ગામોને ઉકાઈ જળાશય આધારિત પીવાનું પાણી ઘર ઘર સુધી પહોંચતું નથી. કરજણ ડેમ વિશલખાડી પાઈપલાઈન સિંચાઈ પ્રોજેકટ હેઠળનું નાંદોદના પલસી, બીતાડા, મોટી ભમરી જેવા ગામોને સિંચાઇનું પાણી મળતું નથી.

અન્ય સમાચારો પણ છે...