આક્ષેપ:આદિજાતિ વિકાસ વિભાગની શાળાઓમાં ભ્રષ્ટ વૃત્તિના કારણે જ છાત્રોને અગવડ પડે છે: સાંસદ

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગરની આદિજાતિ કમિશનર ઓફિસમાં જ ગેરરીતિ થતી હોવાના આક્ષેપ

છોટાઉદેપુર નસવાડીના લિંડા ખાતે કન્યા સાક્ષરતા નિવાસી શાળામાં વિદ્યાર્થીઓને ઈયળવાળુ જમવાનું અપાતું હોવાનો વિદ્યાર્થીનીઓ દ્વારા આક્ષેપ લગાવતા ખળભળાટ મચ્યો છે. તો ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આ મુદ્દે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલને રજુઆત કરી છે.

ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ગુજરાતની આદિજાતિ વિકાસ વિભાગની શાળાઓમાં ભ્રષ્ટવૃત્તિ ચાલતી હોવાનો ગંભીર આક્ષેપ લગાવતા ખળભળાટ મચ્યો છે. મનસુખ વસાવાના જણાવ્યા મુજબ રાજ્યની ઘણી બધી આદિજાતિ વિકાસ વિભાગની શાળાઓમાં તથા હોસ્ટેલમાં સરકાર ખૂબ ગ્રાન્ટ ફાળવે છે.પરંતુ વહીવટ કર્તાઓની ભ્રષ્ટવૃત્તિના કારણે વિદ્યાર્થીઓને મળતી તમામ પ્રકારની સુવિધાઓમાં મોટાપાયે ભારે ગેરરીતિઓ કરવામાં આવે છે. આ પ્રકારની કામગીરીની જે ગરબડો થાય છે, તે ગરબડો ફક્ત આદિજાતિ કમિશનરની ઓફિસ ગાંધીનગરથી થાય છે.

અગાઉ કોંગ્રેસના નેતાને ટાર્ગેટ કરી ગ્રાન્ટનો દૂરઉપયોગ થતો હોવાનો આરોપ લગાવ્યો હતો
અગાઉ ભાજપ સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લાના એક કોંગ્રેસી નેતા જે સંસ્થાના વહિવટકર્તા છે એ સંસ્થા અને કોંગ્રેસી નેતા વિરુદ્ધ પણ ભ્રષ્ટાચારના જાહેરમાં ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. સાથે સાથે સરકારી ગ્રાંટનો દુરુપયોગ કરાતો હોવાનો આડકતરો આરોપ પણ લગાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...