તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યાપક ભ્રષ્ટાચાર:જીયોરપાટી ગામે વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ ,તપાસમાં ગયેલા સભ્યને મારવાની ધમકી

રાજપીપળા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
નાંદોદ તાલુકાના જીયોરપાટી ગામે બની રહેલા આરસીસી રસ્તાના કામમાં યોગ્ય ગુણવત્તા નહીં જળવાતી હોવાની ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ કરી હતી. - Divya Bhaskar
નાંદોદ તાલુકાના જીયોરપાટી ગામે બની રહેલા આરસીસી રસ્તાના કામમાં યોગ્ય ગુણવત્તા નહીં જળવાતી હોવાની ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ કરી હતી.
  • નાંદોદ તાલુકામાં 14મા નાણાંપંચમાં ફાળવેલા કામમાં ગામનો રોડ અને નાળાનું કામ ચાલતું હોય તેમાં ગુણવત્તા જળવાઈ નથી: ગ્રામજનોની रરજૂઆત

નાંદોદ તાલુકાના જીયોરપાટી ગામમાં રોડ અને નાળાના કામમાં ગુણવત્તાનો અભાવ હોવાની ગ્રામજનોએ નાંદોદના ટી.ડી.ઓને ફરિયાદ કરતા ખળભળાટ મચ્યો છે. નાંદોદ તાલુકાના જીયોરપાટી ગામમાં 14મા નાણાંપંચ, ગુજરાત પેટર્ન યોજના તેમજ અન્ય યોજનાના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાની ગ્રામજનોએ વિસ્તારના તાલુકા સભ્ય અને નાંદોદ તાલુકા પંચાયતના ન્યાય સમિતિના અધ્યક્ષ મુકેશ રોહિતને પણ કરી હતી.બાદમાં મુકેશ રોહિતે આ મામલે નાંદોદ ટી.ડી.ઓને લેખિત રજુઆત કરી યોગ્ય તપાસની માંગ કરી હતી.

જીયોરપાટી ગ્રામજનોએ કરેલી ફરિયાદ મુજબ ગામમાં બનેલ રસ્તામાં સ્ટીલનો અને માટી મેટલનો ઉપયોગ કરાયો નથી, સાથે સાથે બનેલા નાળામાં પણ સ્ટીલનો ઉપયોગ ન કરાયો હોવાથી બન્યા બાદ તુરંત એમા તિરાડો પડી ગઈ છે.આ તમામ કામો સરપંચે કરી સરકારી નણામાં ભ્રષ્ટાચાર કર્યો છે.

ગ્રામજનોએ જણાવ્યું છે કે અમે ગુણવત્તા વાળુ કામ કરવા સરપંચને કહ્યું તો સરપંચે અમને એમ કહ્યું કે મારી અધિકારીઓ અને મોટા માથાઓ સાથે ઓળખાણ છે મારા બિલ પાસ થઈ જશે.ગ્રામજનોએ નાંદોદ ટી.ડી.ઓને ચીમકી આપી છે કે જો આ કામોની યોગ્ય તપાસ નહિ થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરીશું.હવે આ બાબતે તાપસ થાય છે કે ભીનું સંકેલાય છે તે જોવું જ રહ્યું.

તાલુકા પં.ન્યાય સમિતિના અધ્યક્ષને સરપંચની ધમકી
નાંદોદ તાલુકા વિકાસ અધિકારીને રસ્તાના કામ મુદ્દે ફરિયાદ બાદ જીયોરપાટી ગામે અધિકારીઓને તેની તપાસ માટે મોકલ્યા હતા.નાંદોદ તાલુકા ન્યાય સમિતિના અધ્યક્ષની હાજરીમાં અધિકારીઓ કામની ગુણવત્તાની તપાસ કરી રહ્યા હતા. દરમિયાન જીયોરપાટીના સરપંચે મુકેશ રોહિતને જાતિ વિષયક અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની મુકેશ રોહિતે લેખિત ફરિયાદ નાંદોદ ટી.ડી.ઓ ને કરી છે.> મુકેશભાઈ રોહિત, ન્યાય સમિતિ ચેરમેન નાંદોદ

આ મામલે ફરિયાદ મળતા તપાસના આદેશ આપ્યા છે
નાંદોદ તાલુકાના જીયોરપાટી ગામે વિકાસ કામોમાં ગુણવત્તા જળવાઈ નહીં હોવાની ફરિયાદ મળી હતી. સાથે મુકેશ રોહિતને આ મામલે ધમકી પણ અપાઈ હોવાની લેખિત ફરિયાદ મને મળી છે. આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.જ્યારે જીયોરપાટી ગામના સરપંચ ગોવિંદ તડવીને આ મુદ્દે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે મેં કોઈને ફમ ધમકી આપી નથી. ગામમાં થઈ રહેલા વિકાસના કામોમાં અમે તમામ બાબતે સારી ગુણવત્તાનો ખ્યાલ રાખ્યો છે.> એમ એન વસાવા, તાલુકા વિસાક અધિકારી, નાંદોદ.

અન્ય સમાચારો પણ છે...