કોરોના સંક્રમણ:નર્મદામાં લાંબા સમય બાદ કોરોનાની સંભવિત એન્ટ્રી, પોઝિટિવ કેસ નોંધાતા સ્થાનિક લોકોમાં ફફડાટ

રાજપીપળા19 દિવસ પહેલા
  • કૉપી લિંક

સમગ્ર દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમીક્રોને હાહાકાર મચાવ્યો છે.ત્યારે નર્મદા જિલ્લામાં ઘણા લાંબા સમય બાદ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.તો બીજી બાજુ એ પોઝિટિવ દર્દી મહારાષ્ટ્રથી આવ્યો છે, અને હાલ મહારાષ્ટ્રમાં ઓમીક્રોને હાહાકાર મચાવ્યો છે ત્યારે આ દર્દી સંભવિત ઓમીક્રોન પોઝિટિવ હોવાની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. નર્મદા જિલ્લામાં 5 મહિના પહેલા કોરોના કેસ નોંધાયો હતો.

હાલ નાંદોદ તાલુકાના વાવડી ગામે 3 દિવસ પહેલા મહારાષ્ટ્રના 55 વર્ષિય મેવાડા મનુ લાલભવર કોઈ કામ અર્થે આવ્યા હતા, દરમિયાન એમને 3 દિવસ પહેલા શરદી, ખાંસી અને તાવની ફરિયાદ ઉઠતા કોવિડ ટેસ્ટ કરાયો હતો. એમનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવતા તાત્કાલિક રાજપીપળા કોવિડ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. ઓમીક્રોમ વેરિયન્ટ ચેક કરવા એમનું સેમ્પલ ગાંધીનગર ખાતે મોકલાયું છે.ઉલ્લેખનીય છે કે કોરોના નવા વેરિયન્ટ ઓમીક્રોમના ટેસ્ટનું રિઝલ્ટ આવતા લગભગ એક અઠવાડિયા જેટલો સમય લાગી શકે છે.

અન્ય સમાચારો પણ છે...