તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાવચેતી:કેવડિયામાં રાષ્ટ્રપતિની કોન્ફરન્સ પૂર્વે 18 હજાર લોકોના કોરોના ટેસ્ટ કરાશે

રાજપીપળા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગામી 25-26 નવેમ્બરે કોન્ફરન્સ : પીએમ મોદી-ગૃહમંત્રી આવે તેવી શક્યતા

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ટેન્ટ સીટી-2 ખાતે 80 મી ઓલ ઇન્ડિયા પ્રિસાઈડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ આગામી 25-26 નવેમ્બરના રોજ યોજાવાની છે.દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ સહિત દેશની વિધાનસભાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, રાજ્યસભા, લોકસભાના સંબંધિત અધિકારીઓ મળી કુલ 200 VVIPની ઉપસ્થિતિમાં કેવડીયા ટેન્ટ સીટી-2 ખાતે કોન્ફરન્સ યોજવા જઈ રહી છે, તો બીજી બાજુ 26 નવેમ્બરે PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ આવવાના હોવાની સંભાવના છે ત્યારે નર્મદા જિલ્લા વહીવટીતંત્ર કાર્યક્રમની તૈયારીઓમાં લાગી ગયું છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને કોરોના ફ્રી ઝોન કરવા આરોગ્ય વિભાગ દ્વારા આયોજન હાથ ધરાયુ છે.18 નવેમ્બર 20 થી 28 નવેમ્બર 20 રાત દિવસ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં વિવિધ જગ્યાઓ પર સેનિટાઈઝેશન અને કોવિડ ટેસ્ટની કામગીરી હાથ ધરાશે.કેવડિયા રેવા ભવન, શ્રેષ્ઠ ભારત ભવન, VVIP સર્કિટ હાઉસ ખાતે નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગની 28 ટિમો દ્વારા કોન્ફરન્સમાં હાજર રહેનારા લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. જોકે આટલી મોટી સંખ્યામાં RTPCR ટેસ્ટ શક્ય નથી. જેથી યોગ્ય લાગશે એમના જ RTPCR ટેસ્ટ કરાશે, મોટે ભાગના લોકોના એન્ટીજન કોવિડ ટેસ્ટ થશે. નર્મદા આરોગ્ય વિભાગે રાજ્ય સરકાર પાસેથી 5,000 જેટલી એન્ટીજન કોવિડ ટેસ્ટ કીટ મંગાવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser