તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબુ:નર્મદા જિલ્લામાં કોરોનાનો ગ્રાફ ઊંચો છતાં અન્ય દવાઓની ઘટ

રાજપીપલા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આરોગ્ય કેન્દ્રોમાં કેલ્શિયમની ગોળીઓ પણ ઉપલબ્ધ નહીં

દિવાળીના તહેવારો બાદ સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે.નર્મદા જિલ્લામાં પણ એ જ સ્થિતી છે. નર્મદા જિલ્લામાં રોજિંદા 12 થી 15 કેશો પોઝિટિવ નીકળે છે. ગત 3 જી ડિસેમ્બરે કોરોના વાયરસના 12 કેશ હતા અને 4થી ડિસેમ્બરના રોજ 7 કેશ પોઝિટિવ આવ્યા હતા. આમ જિલ્લામાં આજદિન સુધી RTPCR ટેસ્ટમાં 764, એન્ટીજન ટેસ્ટમાં 756 અને ટ્રુ નેટ ટેસ્ટમાં 54 દરદીઓ સહિત જિલ્લામા પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા 1574 નોંધાવા પામી છે. છતાં નર્મદા જિલ્લામાં છેલ્લા ત્રણ ચાર મહિનાથી વિટામિન સી ની ગોળીઓ જ નથી જોકે વિટામિન સી એ કોરોના સામે લડવામાં રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં અક્સિર છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ વિટામિન સી ની ગોળીઓ જ મોકલવામાં આવતી નથી જેથી દર્દીઓની મુશ્કેલીઓ વધી રહી છે.

આ બાબતે રાજપીપલા ના સામાજિક કાર્યકર ડી.પી.ટેલરે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી વિટામિન સી ની ટેબ્લેટ નો અભાવ છે આરોગ્ય વિભાગ પાસે હાલ અવેલેબલ નથી અને ઉપરથી આવતી નથી એવું કહે છે કેટલાય દર્દીઓ ના સગાઓ ની ફરિયાદ આવે છે પણ તાપસ કરીએ તો વિટામિન સી ની ટેબ્લેટ હોતી જ નથી બહાર થી મંગાવવામાં આવે છે. આ બાબતે મેં ગાંધીનગર આરોગ્ય શાખાના ઉચ્ચ અધિકારીઓ સાથે ટેલિફોનિક વાત કરવાનો પ્રયન્ત કર્યો પણ કોઈ સરખો જવાબ આપતા નથી અને એક બીજા પર ખો આપે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો