તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વિસ્ફોટ:નર્મદા જિલ્લામાં ફરીથી કોરોના વિસ્ફોટ એક દિવસમાં 24 પોઝિટિવ કેસ નોંધાયા

રાજપીપલાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • વેક્સિનની કામગીરી માટે 200 ટીમો કાર્યરતઃ જિલ્લામાં કુલ આંક 2051 પર પહોંચ્યો

નર્મદા જિલ્લામાં છેલ્લા એક સપ્તાહ થી લોકલ સંક્રમણ નો ભોગ લોકો બની રહ્યા છે અને એકબીજા સાથે સંપર્કમાં આવતા કોરોના ની ઝપેટમાં આવી રહ્યા છે. રોજ 15 જેટલા કેશો નોંધાઈ રહ્યા છે. ત્યારે આ બીજા રાઉન્ડ માં સૌથી વધુ 24 કેશો નોંધાયા છે જેને લઈને આરોગ્ય વિભાગ સક્રિય બની જિલ્લામાં વધી રહેલા કોરોના ના કેશોને કાબુમાં લાવવા જિલ્લા કલેકટર ને વાત કરતા જિલ્લા કલકટરે 144 ની કલમ જિલ્લામાં લાગુ કરી જાહેરમાં 3 કે 4 થી વધુ લોકો ભેગાના થાય માટે હોળી ધુળેટી પર્વે ઉત્સવની ઉજવણી માટે પણ પણ મુશ્કેલી ઉભી થઇ શકાશે.

નર્મદા જિલ્લામાં બુધવારે રોજ 24 કેસ નોંધાયા છે. જેમાં ગોપાલપુર-1, વડીયા-2, સિસોદરા-1, તિલકવાડા- 1, ડેડીયાપાડા-2, ઘનખેતર-2, વાડવા 1, રાજપીપલા શહેરમાં 12 કેસ મળી જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવના 24 કેસ નોંધાયા છે. આમ અત્યાર સુધી જિલ્લામા પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા 2051 નોંધાવા પામ્યા છે.

જિલ્લામાં કુલ 94 દર્દીઓ સારવાર હેઠળ
રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા 3 દર્દીઓને આજે રજા અપાતા, જિલ્લામાં અત્યારસુધી સાજા થયેલા 1038 દર્દીઓ, કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા 916 દર્દીઓ સહિત કુલ- 1954 દર્દીને રજા આપી છે. હાલ હોમ આઇસોલેશનમાં 48 દર્દીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ 34 દર્દીઓ, સુરત ખાતે 03 અને વડોદરા ખાતે 09 દર્દીઓ સહિત કુલ-94 દર્દીઓ સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો