સાંસદનો આક્ષેપ:હિન્દુ યુવકોને મૌલવી બનાવી આદિવાસીઓનું ધર્માંતરણ : MP

રાજપીપળા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લંડનના સંગઠનો આર્થિક મદદ કરતા હોવાનો સાંસદનો આક્ષેપ
  • મનસુખ વસાવાએ પોલીસની કામગીરીને બિરદાવી

ભરૂચના આમોદ તાલુકાના કાંકરીયા ગામે હિન્દુમાંથી મુસ્લિમ ધર્મમાં ધર્માંતરણ કરાવવાના ષડયંત્રમાં ધાર્મિક કટ્ટરવાદીઓ વિરૂધ્ધ ભરૂચ જિલ્લા પોલીસે ગુનો દાખલ કર્યો છે. ભરૂચ પોલીસની કામગીરીને સારી ગણાવી ષડયંત્રને વિસ્તારમાંથી બંધ કરવા ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ તીખી પ્રતિકિરીયા આપી હતી. અને કહ્યું હતું કે, આવા તત્વોને ઝડપી ગંભીર સજા કરવામાં આવશે. આ કટ્ટરવાદીઓ દેશ વિરોધી કૃત્ય કરે છે આવા ષડયંત્ર ચલાવનારાને અમે નહિં છોડીએ. ધર્માંતર કરીને ગયેલા આદિવાસીઓને પરત લાવવાનો પ્રયત્ન કરીશું.

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, કાંકરીયા ગામમાં ઘણા સમયથી ધર્મના નામે ગેર કાયદે ધર્માંતરણ કરાવવા તેમજ મુસ્લિમ કટ્ટરવાદી લોકો વિદેશમાંથી ફંડીંગ ભેગુ કરી ધર્માંતરણની પ્રવૃતિ ચાલતી હોવાનું જાણવા મળ્યું હતું મેં એક બે વાર આ ગામમાં જઈને આદિવાસીઓને સમજાવવા કોશિશ કરી હતી. તાજેતરમાં ગામના વસાવા હિન્દુ લોકોના 37 જેટલા કુટુંબોના 100થી વધારે લોકોને લોભ-લાલચ ઘર આપવાની તેમાં સુવિધા સભર સાધનો આપવાની વાત કરી મુંબઈમાં ફેરવી માઈન્ડ વોશ કરી નાખ્યું છે. જે પૈકીના કેટલાક પોલીસના હાથે પકડાયા છે. કેટલાક ફરાર છે પરંતુ પોલીસ આ અંગે સઘન કાર્યવાહી કરી આ સમગ્ર ષડયંત્રમાં કોણ કોણ સામેલ છે તમામને બહાર કાઢશે.

વધુમાં સાંસદે જણાવ્યું કે કેટલાક હિન્દૂ તત્વો સરપંચો કે આવા ગરીબ પરિવારો ટાર્ગેટમાં હોય તેમને સરકારી લાભ, અનાજ આવાસ, રોજગારના સાધનો આપે નહિં. આ લોકો જ્યાંથી સહાય મળે તેમના થઇ જાય એટલે અમે તંત્ર સાથે પણ બેઠક કરી આવા ગરીબ લોકો કે જે સરકારી લાભોથી વાંછિત છે તેવા ગરીબોને શોધી લાભો આપવાની સૂચના આપી છે.

અન્ય સમાચારો પણ છે...