વિવાદ:હરસિધ્ધિ માતાજી મંદિરના પેજ પર વિવાદિત ટીપ્પણી

રાજપીપળા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજપીપળા હરસિધ્ધિ માતાજી મંદિરના સોશિયલ માડિયાના બનાવેલા પેજ પર કોઇએ બીભત્સ ફોટા અપલોડ કર્યા મૂકી હિન્દૂ ધર્મની લાગણી દુભાવનાર સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. રાજપીપળાના 419 વર્ષ પૌરાણિક હરસિધ્ધિ માતા મંદિરનું એક સોશિયલ મીડિયામાં માતાજીના દર્શન થાય એવા ભાવથી માતાજીનું મંદિર નામથી એક પેજ કાર્યરત કરાયું છે.

પરંતુ છેલ્લા ત્રણેક દિવસથી કેટલાક વ્યક્તિઓ દ્વારા હિંદુઓની ધાર્મિક લાગણી દુભાય તેવા હેતુથી બીભત્સ ચિત્રો અપલોડ કરી રહ્યા હોય શહેરની શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરતા હોવાથી આવા વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા વિશ્વ હિન્દુ પરિષદ નર્મદા દ્વારા ટાઉન પીઆઈને લેખિત રજુઆત કરી છે. જોકે પોલીસે આ બીભસ્ત ફોટા મંદિરના સોશિયલ માડિયા પરથી દૂર કર્યા અને જેણે પોસ્ટ મૂકી છે તેમની સામે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...