તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:નર્મદા જિલ્લા પંચાયતની 22 બેઠકો માટે કોંગ્રેસના ઉમેદવારો જાહેર, ભાજપ છેલ્લા દિવસે પત્તા ખોલશે

રાજપીપળા24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • તિલકવાડા તાલુકાના ઉમેદવારને ટિકીટ ન મળતા ભાજપ કાર્યકરોએ હોબાળો મચાવ્યો

નર્મદા જિલ્લા પંચાયતની 22 બેઠકો માટે ભાજપ-કોંગ્રેસ પોતાના ઉમેદવારોની જાહેરાત માટે આખરી ઓપ આપી રહ્યા છે.તો બીજી બાજુ કોંગ્રેસ-ભાજપ બન્નેવમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ પેદા થઈ છે.જો કે કોંગ્રેસ દ્વારા નર્મદા જિલ્લા પંચાયતની 22 બેઠકો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.

નર્મદા જિલ્લા પંચાયતની આમલેથા બેઠક માટે નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવાની પુત્રી મનીષાબેન વસાવાને ટિકીટ મળી છે.જ્યારે કેવડિયા જિલ્લા પંચાયય બેઠક માટે નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન દિનેશ તડવીના પુત્ર રણજીત તડવીને ટીકીટ મળી છે.જયારે ડેડીયાપાડાની મોરજડી બેઠક પર નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ દામાભાઈ હેરિયાભાઈ વસાવાને અને વડીયા બેઠક માટે નર્મદા જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ જયંતિભાઈ વસાવાને ઉમેદવાર બનાવાયા છે.

જ્યારે નર્મદા જિલ્લા પંચાયતની વડીયા અને આમલેથા બેઠક પર બળવાના એંધાણને લઈને ઉમેદવાર ઉતારવામાં ભાજપ દ્વિધામાં મુકાયું છે.ભાજપે વડીયા જિલ્લા પંચાયત માટે ભાજપ માંથી નર્મદા જિલ્લા પંચાયત વિપક્ષ નેતા કિરણ વસાવા તથા નાંદોદ તાલુકા ભાજપ મહામંત્રી અશોક વસાવાએ અને આમલેથા બેઠક માટે સુમંતાબેન વસાવાએ ફોર્મ ભર્યું હોવાનું તથા જિજ્ઞાશાબેન નિરંજન વસાવાએ પણ પ્રબળ દાવેદારી નોંધાવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે, હવે જોવું એ રહ્યું કે ભાજપ મેન્ડેટ કોને આપે છે. જોકે અમલેથા બેઠક પર સુમનતાબેન વસાવા અને વડિયા બેઠક પર કિરણ વસાવાની ટિકિટ ફાયનલ થાય એવી શક્યતા સૌથી વધુ બની છે.

તો બીજી બાજુ તિલકવાડા જિલ્લા પંચાયતની બેઠક માટે ભાજપ માંથી અરુણ તડવીએ દાવેદારી નોંધાવી હતી, એમની જગ્યાએ અન્યને ભાજપે ટિકીટ મળતા તિલકવાડામાં ભાજપ કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો