વિકાસને વેગ:નર્મદા જિલ્લામાં 75 કરોડના 313 કામોનું ખાતમુર્હૂત

રાજપીપળા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિધાનસભાના દંડક રમેશ કટારાની ઉપસ્થિતિમાં રાજપીપળામાં કાર્યક્રમ યોજાયો

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત તેમજ લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોના વિતરણ માટે 18 મી નવેમ્બર થી 20 મી નવેમ્બર સુધી યોજાયેલી રાજયવ્યાપી આત્મનિર્ભર ગ્રામ યાત્રાના ભાગરૂપે નર્મદા જિલ્લામાં સરદાર ટાઉન હોલ ખાતે યોજાયેલા જિલ્લાકક્ષાના સમારોહને ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઇ કટારા, જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા, પૂર્વ મંત્રી શબ્દશરણ તડવી અને મોતીસિંહ વસાવા, ભાજપ પ્રમુખ નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા કલેકટર ડી.એ.શાહ, ભારતીબેન તડવી, જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યો સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ, લાભાર્થીઓ વગેરેની ઉપસ્થિતિમાં “આત્મનિર્ભર ગ્રામ યાત્રા” ના કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મુકાયો હતો.

ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઇ કટારા, જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષા વસાવા સહિતના અન્ય મહાનુભાવોના હસ્તે પ્રતિકરૂપે પ્રધાનમંત્રી આવાસ યોજનાના 10 લાભાર્થીઓને આવાસની ચાવી, જિલ્લાના 10 જેટલા વિવિધ સખી મંડળોને 34.99 લાખ, RF/CIF ની સહાયના ચેક, જિલ્લાની ચાર જેટલી વિવિધ સહકારી મંડળીઓને 56.40 લાખ ની રકમના સહાયના ચેક/ મંજૂરી પત્ર અને 1 મંડળીને નોંધણી અંગેનું પ્રમાણપત્ર એનાયત કરાયું હતું. તેની સાથોસાથ ઇ-તકતીના માધ્યમથી વિવિધ વિભાગોના વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયાં હતાં.

આ સાથે ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઇ કટારાના હસ્તે નર્મદા જિલ્લામાં આ ત્રિ-દિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રા દરમિયાન જિલ્લાને મળનારા લાભો અને સુવિધાઓ અંતર્ગત વિવિધ વિભાગોની યોજનાઓ હેઠળના અંદાજે 66.66 લાખના ખર્ચે 49 લાભાર્થીઓને યોજનાકીય લાભોનું ઇ-વિતરણ તેમજ 1186.23 લાખના ખર્ચેના 403 જેટલાં વિકાસકામોના ઇ-લોકાર્પણની અને અંદાજે 7584.35 લાખના ખર્ચના 313 જેટલા વિવિધ કામોના ઇ-ખાતમુહુર્તની તક્તીનું અનાવરણ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...