તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુલાકાત:ગુજરાતમાં ભાજપના હોદ્દેદારોએ દુષ્કર્મ કર્યાના અનેક બનાવો બન્યા છતાં ફરિયાદોનો નિકાલ નહીં : રાઠવા

રાજપીપળા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નર્મદા જિલ્લાના તિલકવાડામાં જેતપુર ગામે દુષ્કર્મ પીડિત યુવતીની કોંગ્રેસ ડેલીગેશને મુલાકાત લીધી

નર્મદા જિલ્લાના તિલકવાડાના જેતપુર ગામની આદિવાસી યુવતીએ નર્મદા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ હિરેન પટેલ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચ્યો છે. ફરિયાદ નોંધાયાના 72 કલાક બાદ પણ હિરેન પટેલ પોલીસ પકડથી દૂર હોવાથી કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. દુષ્કર્મીને ઝડપી પાડી કડક સજા કરવા માંગ કરી છે.પીડિતાને ન્યાય અપાવવા કોંગ્રેસ મેદાનમાં આવ્યું છે. રાજયસભાના સાંસદ નારણ રાઠવા,ધારાસભ્ય પી.ડી વસાવા, પ્રદેશ કોંગ્રેસના મંત્રી પ્રફુલ પટેલ, નર્મદા કોંગ્રેસ પ્રમુખ હરેન્દ્ર વાળંદ, ભરૂચ મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન તડવી સહિતના પ્રતિનિધિ મંડળે પીડિતાની મુલાકાત લઈ સાંત્વના આપી હતી.

સાંસદ નારણ રાઠવાએ સરકાર પર ગંભીર આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લા ભાજપના હોદ્દેદારે આદીવાસી યુવતી સાથે દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાવા છતાં ભાજપના શાસનમાં એને પકડવાના પ્રયત્ન થતા નથી.ભૂતકાળમાં ગુજરાતમાં ભાજપના હોદ્દેદારો દ્વારા બળાત્કાર કર્યાના અનેક બનાવો સામે આવ્યા છતાં ફરિયાદનો નિકાલ થતો નથી.

ભાજપના મહિલા શશક્તિકરણ અને બેટી બચાઓ બેટી પઢાઓના દાવા માત્ર કાગળ પર રહી ગયા છે.આદીવાસી વિસ્તારમાં ભાજપના લોકો દુષ્કર્મ કરી આદીવાસી દીકરીઓને બદનામ કરે છે.મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગૃહમંત્રી પ્રદીપ સિંહ જાડેજા આ ઘટનાની ગંભીરતાથી નોંધ લઈ આરોપીને પકડવાની સૂચના આપે.સરકારી તંત્ર ભાજપના ઈશારે ધરપકડ કરતા નથી.

અન્ય સમાચારો પણ છે...