નર્મદા જિલ્લામાં ગત 20 ફેબ્રુઆરી 2022ના રોજ રાજપીપળા છોટુભાઈ પુરાણી હાઈસ્કૂલના મેદાનમાં ગુજરાત રાજ્ય જીમનાસ્ટીક એસોસિયેશન દ્વારા આર્ટિસ્ટિક જીન્માસ્ટીક અને ટ્રેમ્પોલીન જીન્માસ્ટીકની રાજ્ય કક્ષાની હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 10થી 15 જિલ્લાના ખેલાડીઓએ ભાગ લીધો હતો. નર્મદા જિલ્લાની બંને સ્પર્ધામાં નર્મદા જિલ્લાની ટીમોએ ભાગ લીધો હતો.
પરંતુ ટ્રેમ્પોલીન જીમનાસ્ટીકમાં 11 થી 12 વર્ષના ખેલાડીઓની સબજુનિયરના ગ્રુપ રાજ્ય કક્ષાએ ત્રીજો નંબર આવી શકે એમ હોવા છતાં એસોસિયેશનના હોદેદારોએ પોતાના સંબંધી ખેલાડી 10 વર્ષની ઉમર ધરાવતા હોય અને સબજુનિયર ગ્રુપમાં આવતા ન હોવા છતાં આ ગ્રુપમાં રમાડી ઉપર નેશનલ કક્ષાએ રમવા મોકલવામાં આવ્યા ખરેખર હક્ક નર્મદા જિલ્લાની સબજુનિયર ટીમ નો હતો, જે અન્યાયને લઈને સ્થાનિક વાલીઓ રોષે ભરાયા અને સિનિયર કોચને ફરિયાદ કરતા સિનિયર કોચે પણ આ વાલીઓની ફરિયાદને ગુજરાત રાજ્ય જીમનાસ્ટીક એસોસિયેશનના પ્રમુખ ને કરી યોગ્ય ન્યાય કરવા અને નિયમ ફોલો કરવાનો હુકમ આપવામાં આવે.
નહીતો એસોસિયેશનના હોદ્દેદારોના છોકરાઓ સ્ટેટ અને નેશનલ લેવલે જશે સામાન્ય ગરીબ આદિવાસી ખેલાડીની ગમે તેટલી ક્ષમતા હોય પણ જિલ્લાથી ક્યારે આગળ નહિ જાય એટલે નિયમો નેવે મૂકી નહિ પણ નિયમોમાં રમતો થાય એવું વાલીઓની માગ ઉઠી છે.
નવસારીના મરોલીમાં પણ નર્મદા ખેલાડીઓને અન્યાય
નર્મદા જિલ્લના વાલીઓએ લેખિત ફરિયાદમાં વધુ એક આક્ષેપ એસોસિયેશન પાર લગાવ્યા છે કે, ગત 6 માર્ચ 2022ના રોજ નવસારી જિલ્લાના મરોલી ખાતે પણ ગુજરાત રાજ્ય જીન્માસ્ટિટક એસોસિયેશન દ્વારા એરોબિક્સ જીન્માસ્ટીક અને એક્રોબેટિક્સ જીમનાસ્ટીક ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બંને સ્પર્ધાઓમાં રાજ્યમાં પરફોમન્સ ખુબ સારું આવ્યું છે જે બાબતે પોલિટિક્સ રમી આંય જિલ્લાઓ ભાગ લેવા પહોંચે એ પહેલા રમત સમય કરતા વહેલા ચાલુ કરી દીધી એટલે ખેલાડીઓ નિરાશ થઈને પરત ફરવું પડ્યું હતું. આદિવાસીઓ પ્રેત્યે ઓરમાયું વર્તન એસોસિયેશન બંધ કરે એવી માગ વાલીઓમાં ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.