ફરિયાદ:ચૂંટણીમાં સભ્યોએ ખોટી માહિતી આપ્યાની ફરિયાદ

રાજપીપળા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગરૂડેશ્વરની ભીલવસી ગ્રામ પંચાયતનો બનાવ

ગરુડેશ્વર તાલુકાના ભિલવસી ગામે રહેતા રમણભાઈ બાબિયાભાઈ વસાવાએ પોતાની રજૂઆતમાં જણાવ્યું છે ગ્રામ પંચાયત, નગરપાલિકા અને મહા નગરપાલિકાની ચૂંટણી લડવી હોય એવા ઉમેદવારને 03 ઓગસ્ટ 2006 બાદ 2 થી વધુ બાળકો ન હોવા જોઈએ એવો નિયમ છે. ત્યારે ભીલવસી ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 7 ના જીતેલા ઉમેદવાર ઉબડી મણીલાલ વસાવાએ 2 બાળકો વસાવા શૈલેષ મણીલાલ તથા વસાવા ચકી મણિલાલ હોવાનું દર્શાવ્યું છે.

જ્યારે એમને 03ઓગસ્ટ2006 બાદ બીજા બે બાળકો રવીના અને રંગીતા છે જે નામો રેશકાર્ડમાં ચઢાવ્યા નથી, જ્યારે વોર્ડ નંબર 6 ના જીતેલા ઉમેદવાર વસાવા મંજુલા તુલસીએ 2 બાળકો રક્ષા અને કિશનના નામો દર્શાવ્યા છે. જ્યારે એમને 03 ઓગસ્ટ 2006 બાદ બીજા 2 બાળકો વસાવા વિજય તુલસી અને વસાવા કાજલ તુલસી મળી કૂલ 4 બાળકો છે.જ્યારે વોર્ડ નંબર 4 ના હારેલા ઉમેદવાર તડવી ઉક્કડ હિંમતભાઈએ તડવી નેહા ઉક્કડ અને તડવી અનિશા ઉક્કડ એમ બે બાળકો હોવાનું દર્શાવ્યું છે જ્યારે 03ઓગસ્ટ2006 પછી એમનું ત્રીજું બાળક તડવી સમીર ઉક્કડ પણ છે.

આ તમામ ઘટનામાં અધિકારીઓની પણ મિલીભગત છે જેથી એ આ ઉમેદવારો સહિત તમામ લોકો વિરુદ્ધ છેતરપીંડી અને સરકારી દસ્તાવેજો સાથે ચેડાં કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાય એવી અમારી માંગ છે.સાથે ભીલવસી ગ્રામ પંચાયતના આ જીતેલા ઉમેદવારોને તાત્કાલીક સસ્પેન્ડ કરી એમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...