તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:રાજપીપળાની હોસ્પિટલના તબીબ વિરૂદ્ધ ફરિયાદ કોરોનાના લક્ષણો હોવા છતાં ન્યૂમોનિયાની દવા કરી

રાજપીપળા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • દર્દીની તબીયત વધુ ખરાબ થતાં વડોદરાની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી

રાજપીપળામાં આવેલી પંચવટી સોસાયટીમાં રહેતા હર્ષાબેન પંડ્યાએ રાજપીપળા પો. સ્ટે.માં આપેલી ફરિયાદ અનુસાર તેમના પતિ સુરેશને ખાસી, તાવ તેમજ શ્વાસની બીમારી થતા પબ્લીક હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. જ્યા ફરજ પરના ડો.ભાવેશ પટેલે દર્દીને તપાસી એક્ષ-રે રિપોર્ટ કરાવ્યો હતો. જે રીપોર્ટ જોઇ ન્યુમોનિયા હોવાનું જણાવી દાખલ કરી કોરોના બીમારીના લક્ષણો જણાતા હોવા છતા કોવીડ-૧૯ રીપોર્ટ ન કરાવી ખોટા વાયદા કરી દર્દી પાસે સારવારના ખર્ચ પેટે રૂા.10 હજાર એડવાન્સ ડિપોઝિટ પેટે લઇ સીટી સ્કેન રીપોર્ટ આવતા ડોકટર ભાવેશ પટેલે કોરોના બીમારી હોવાનુ જણાવી તેમના દવાખાનામા કોરોના બીમારીની સારવાર માટે દાખલ રાખવાનુ કહી આ બાબતે બીજા દર્દીઓને જાણ નહી કરવાનુ કહી કોરોના બીમારીનો સારવાર ખર્ચ દોઢથી બે લાખ થશે તેમ કહી પોતાના આર્થિક ફાયદા માટે દવાખાના મા સારવાર માટે દાખલ રાખ્યા હતા.

આર્થિક ફાયદા માટે છેતરપિંડી કરી
ત્યારબાદ દર્દીની તબીયત વધુ બગડતા વધુ સારવાર માટે ગોત્રી હોસ્પિટલ વડોદરા ખાતે લઇ જતા ત્યાં પણ કોવીડ-૧૯ રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો આમ ડોકટર ભાવેશ પટેલ દ્રારા પોતાના આર્થિક ફાયદા ખાતર દવાખાનામા સારવાર લઇ રહેલ બીજા દર્દીઓને પણ કોરોના મહામારીનુ સંક્રમણ થાય તેમ હોવાનુ જાણવા છતા તેમના જીવનને જોખમમા મુકી હર્ષાબેનના પતિને કોરોના મહામારીના લક્ષણો જણાતા હોવા છતા ન્યુમોનીયા બીમારી હોવાનુ જણાવી સારવાર માટે દાખલ રાખી ફરીયાદી સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરી હોવાની ફરિયાદ આપતા આ બાબતે રાજપીપળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પરિવારે મારા પર ખોટા આક્ષેપ કર્યા છે
આ દર્દીની મેં સારવાર કરી જેનું કોરોના ની શંકા હતી એટલે તેમને મેં ટેસ્ટ કરાવવા કહ્યું પણ તેઓ એવોઇડ કરતા રહ્યા છે.અને ટેસ્ટ નો રિપોર્ટ આવતા તેમને મે જ કહ્યું કે ફાયનસનો પ્રશ્ન હોય તો ગોત્રી ખાતે જાવો ત્યાં સારું છે. પણ મેં જે ટ્રીટમેન્ટ કરી એની ફી બાકી હશે તે સ્ટાફમાંથી ફોન કર્યો હશે એટલે તેમણે મારા પર ખોટો આક્ષેપ કર્યો છે. - ડો. ભાવેશ પટેલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો