કાર્યવાહી:SOU નજીક ફૂટપાથ પર ધંધો કરતા 10 લોકો વિરુદ્ધ ફરિયાદ

રાજપીપળા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેવડીયામાં પથારાવાળા અદિવાસીઓની રોજગારી છીનવાઇ
  • SOU સત્તા મંડળના​​​​​​​ અધિકારીઓએ ખાનગી પાર્કિંગ બંધ કરાવ્યાનો આક્ષેપ

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક લીમડી બાર ફળિયા ગ્રામજનો પોતાની બાપદાદાની જમીન પર નાનો મોટો ધંધો કરીને સાથે સાથે પોતાની જમીન પર પાર્કિંગ બનાવી થોડી ઘણી આવક મેળવી રહ્યા છે.ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળના અધિકારીઓ દ્વારા એ પાર્કિંગ બંધ કરાવી દીધું હોવાના આક્ષેપ સાથે આદિવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ફૂટપાથ નજીક નાનો મોટો ધંધો કરનારાઓનો સર સામાન જપ્ત કરવામાં આવતા ગ્રામજનો રોડ પર બેસી ગયા હતા.

ધંધા રોજગરનો એ સામાન અડચણ રૂપ છે તેમ કહી તંત્ર દ્વારા સામાન જપ્ત કરાયો હતો.તો બીજી બાજુ આ ઘટના બાર સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ફૂટપાથ પર નાનો મોટો ધંધો કરનારા 10 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા સ્થાનિક આદિવાસીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળ પોલીસ દ્વારા જાહેરનામાનો ભંગ કરવા બદલ ભાવનાબેન મેહુલ તડવી, સવિતાબેન પૂના તડવી, રમણ કરશન તડવી, નાનજી કાદવા તડવી, શર્મિસ્થાબેન રાજુ તડવી, લાલીબેન ગોવિંદ તડવી, સુરજાબેન સુમન તડવી, નીતાબેન ગુણવંત તડવી, સંગીતાબેન રસિક તડવી, સંતોકબેન નાનજી તડવી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે સરકાર એક બાજુ આદિવાસી ઓ ના સન્માન અને વિકાસ માટે જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી કરે છે. પરંતુ કેવડિયા માં સત્તામંડળ દ્વારા સ્થાનિક આદિવાસીઓને હડધૂત કરવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...