તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:નર્મદાના ખેડૂતોને વાવાઝોડામાં થયેલા નુક્સાનનું વળતર આપો

રાજપીપલા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારતીય ટ્રાઇબલ કિશાન મજદૂર સંઘ દ્વારા કલેક્ટરને આવેદન

ગુજરાત સરકારે તૌકતે વાવાઝોડા દરમિયાન જે પણ ખેડૂતોના બાગાયતી પાકને નુકશાન થયું હોય એને વળતર આપવાની જાહેરાત કરી છે.પણ ગુજરાત સરકારે નુકસાની વળતર આપવામાં નર્મદા જિલ્લાને બાકાત રાખયો છે.ગુજરાત સરકારનો નર્મદા જિલ્લાના ખેડૂતોને અન્યાય કરાતા ખેડડુતોમાં રોષ ફેલાયો છે. જેને લઈને ભારતીય ટ્રાઇબલ કિશાન મજદૂર સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૈતર વસાવા દ્વારા મુખ્ય મંત્રીને સંબોધતું લેખિત આવેદન જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું હતું.

જેમની સાથે પૂર્વ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન બહાદુર વસાવા, BTP પ્રમુખ મહેશભાઈ વસાવા, સહીત આગેવાનો હાજર રહીને નર્મદા જિલ્લા ના ખેડૂતોને વાવાઝોડાના કારણે થયેલ નુકસાનીનું વળતર આપવા માંગ કરી હતી. હાલમાં જ તૌકતે વાવાઝોડાએ ગુજરાત સહિત દેશભરમાં ભારે તારાજી સર્જી હતી.ખેડૂતોના ઉભા પાક નષ્ટ થઈ જતા ગુજરાત સરકારે ખેડૂતોને પાક નુકસાની પેટે વળતર ચૂકવવાની પણ જાહેરાત કરી હતી.

નર્મદા જિલ્લાના ખેડૂતોએ વાવાઝોડા બાદ સરકારને એવી અપીલ કરી હતી કે અમને પણ નુકસાની વળતર મળવું જોઈએ.નર્મદા જિલ્લા વહીવટીતંત્રએ અલગ અલગ ટિમો બનાવી નુકસાનીનું સર્વે કર્યું અને એનો રિપોર્ટ પણ સરકારમાં મોકલી આપ્યો હતો.પણ જ્યારે સરકારે વળતર ચૂકવવા માટેનું લિસ્ટ જાહેર કર્યું તો એમાં નર્મદાનો સમાવેશ ન કરાતા ખેડૂતો રોષે ભરાયા છે.

અન્ય સમાચારો પણ છે...