તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજપીપળામાં ગૃહિણીઓને ઉપયોગી ઘરેલુ ગેસ પ્રોજેકટનો પ્રારંભ કરવામાં આવ્યો. ગુજરાત ગેસ દ્વારા રાજપીપલા માં ઘરે ઘરે ગેસ લાઈન નો પ્રારંભ કરવામાં આવ્યો છે પ્રથમ 50 જેટલા ઘરો માં ગેસ કનેશન આપવામાં આવ્યું છે. બાકીના ઘરોમાં ગેસ કનેક્શન આપવામાં આવશે.
ત્યારે રાજપીપળા છત્રવિલાશ માં વિજયસિંહ રણાના ઘરેથી ભાજપ સાંસદ મનસુખ વસાવા, ગીતાબેન રાઠવા, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, રાજપીપળા પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, રાજપીપળા શહેર ભાજપ પ્રમુખ રમણસિંહ રાઠોડ, ભારતીબેન તડવી, સહિત પાલિકાના ચૂંટાયેલા સભ્યોની ઉપસ્થિતમાં ગૃહિણીઓને ઉપયોગી ઘરેલુ ગેસ પ્રોજેકટનો પૂજા વિધી કરી આરંભ કરવામાં આવ્યો હતો. ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ગુહિણીઓ માટે મોટી રાહત ગણાવી ગેસલાઇન અને ભૂગર્ભ ગટર લાઈન નું કામ જેમ બને તેમ વહેલો પૂર્ણ થાય તેવા પ્રયત્ન કરવાની વાત કરી હતી જયારે સાંસદ ગીતાબેન રાઠવાએ આ યોજના પ્રધાનમંત્રી નરેદ્ર મોદી સાહેબે જાહેર કરી હતી તેઓ જે જાહેરાત કરે तेતે પૂર્ણ કરી છે.
બહારના કોન્ટ્રાક્ટરોના કામ પર ધ્યાન આપવા અપીલ
રાજપીપલા નગરમાં ગેસલાઇન, ભૂગર્ભ ગટર લાઈન કામ ચાલુ છે ત્યારે નર્મદા જિલ્લાના સક્ષમ કોન્ટ્રાક્ટરો અને સ્થાનિક એજન્સીને જ કામ મળવું જોઈએ, જેથી અમે નાની મોટી ભૂલ હોય એ સુધારવા એમને જણાવી શકીએ.બહારના કોન્ટ્રાક્ટરો કામ કર્યા પછી જતા રહે છે પાછા આવતા નથી. કાર્યક્રમમાં હાજર શહેર ભાજપ પ્રમુખ રમણસિંહ રાઠોડે બહારના કોન્ટ્રાક્ટરો પર સીધો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે શહેરમાં હાલ ભૂગર્ભ ગટર યોજનાનું કામ ચાલી રહ્યું છે. ત્યારે કોન્ટ્રાકટ પાણી નાખવામાં પણ કચાસ રાખે છે. આ બાબતે રાજપીપળા પાલિકા પ્રમુખ, મુખ્ય અધિકારીને રજુઆત પણ કરી છે.
પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.