અનુરોધ:કુપોષણને લઈ નક્કર પગલાં ભરવા જિલ્લાકક્ષાની મોનિટરિંગ રિવ્યૂ બેઠકમાં કલેક્ટરે તાકીદ કરી

રાજપીપલાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નર્મદા જિલ્લાને કુપોષણ મુકત બનાવવા માટે MODE INDIA દ્રારા નર્મદા જિલ્લામાં કુપોષણના નિવારણ માટે કરાયેલ સર્વેક્ષણના અહેવાલના આધારે એકશન પ્લાન તૈયાર કરીને તેના ઘનિષ્ટ અમલી કરણ થકી નર્મદા જિલ્લો સુપોષિત જિલ્લાનું સ્થાન પામે તે દિશાનું સુચારૂ આયોજન ઘડી કાઢવા જિલ્લા કલેકટર મનોજ કોઠારીએ જિલ્લાની આરોગ્ય ટીમને ખાસ અનુરોધ કર્યો છે.

આ બાબતે જિલ્લા કલેકટર મનોજ કોઠારી કાર્યયોજનાના અમલીકરણ માટે આઇસીડીએસ અને જિલ્લા આરોગ્યતંત્રના સુસંકલન થકી જિલ્લામાં MODE INDIA ના સર્વેક્ષણ અહેવાલમાં તારવાયેલી બાબતો સંદર્ભે વ્યાપક પ્રચાર-પ્રસાર દ્રારા ઘનિષ્ટ લોકજાગૃત્તિ કેળવવાની કામગીરી સઘન રીતે હાથ ધરાય તે જોવાનો ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. મમતા દિવસે સબ સેન્ટર અને આંગણવાડી કેન્દ્રો ખાતે પ્રાઇવેસી જાળવવા પડદાનો ફરજીયાત ઉપયોગ થાય તે જોવાનું તેમણે સૂચન કર્યું હતુ. જિલ્લાની આંગણવાડી કેન્દ્રોમાં ઉભા કરાયેલા “ન્યુટ્રી ગાર્ડન”ની દેખરેખ અને સારસંભાળ માટે જિલ્લાના પ્રોગ્રામ ઓફિસર સહિત તાલુકાના CDPO ના માધ્યમથી આંગણવાડી કાર્યકર બહેનોને યોગ્ય અને જરૂી માર્ગદર્શન પુરૂ પાડવાની હિમાયત કરી હતી. તેમણે આંગણવાડી કેન્દ્રોના લાભાર્થી ભૂલકાઓના વાલીઓને પણ તેમના મકાનની આસપાસ કે વાડાની જગ્યામાં લીલા શાકભાજીના વાવેતર કરી તેમના પરિવારના આહારના ઉપયોગમાં અચૂક લેવાય તેવી સમજ કેળવવા પણ જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...