તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચેકિંગ:રાજપીપળાની કોવિડ હોસ્પિટલની સ્થિતિનું સહકાર મંત્રીનું નિરીક્ષણ

રાજપીપલા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • RTPCR લેબ, ઓક્સિજન પુરવઠો, બેડની ક્ષમતા સહિતનું ચેકિંગ

રાજ્ય કક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલે “મારૂ ગામ કોરોના મુક્ત ગામ” ના હાથ ધરાયેલા રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત આજે તેમની નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન નાંદોદ તાલુકાના તરોપા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, રાજપીપલાની આયુર્વેદિક કોલેજ ખાતે કાર્યરત કોવિડ-19 હોસ્પિટલ, રાજપીપલાની ગર્લ્સ હોસ્ટેલના કોવિડ કેર સેન્ટર તેમજ તિલકવાડાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર, તિલકવાડાની એકલવ્ય મોડેલ સ્કૂલ ખાતેના કોવિડ કેર સેન્ટર, તિલકવાડા તાલુકાના વ્યાધર ગામની પ્રાથમિક શાળા ખાતે કાર્યરત કોવિડ કેર સેન્ટર

ગરૂડેશ્વર તાલુકાની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, દેડીયાપાડા તાલુકાની એગ્રીકલ્ચર કોલેજ ખાતેના કોવિડ કેર સેન્ટર, દેડીયાપાડાની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પીટલ, સાગબારા તાલુકાના કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, સાગબારાની આદર્શ નિવાસી શાળાના કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર અને સાગબારા તાલુકાના પાટલામઉ ગામના કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર વગેરેની મુલાકાત લઇ જે તે કોવિડ-19 હોસ્પિટલ અને કોવિડ કેર સેન્ટર ખાતે ઉપલબ્ધ તબીબી સેવાઓ આનુષંગિક ઉપકરણો, દવાઓનો જથ્થો અને ફરજ પરના તબીબી અધિકારીઓ, સ્ટાફનર્સ તેમજ પેરા મેડિકલ સ્ટાફ સહિતની વિસ્તૃત જાણકારી મેળવી જિલ્લા પ્રશાસન-જિલ્લા આરોગ્ય તંત્ર સાથે જરૂરી પરામર્શ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...