ઉમેદવાર હારતાં પત્ની ઢળી પડ્યાં:નર્મદા જિલ્લાના ચિત્રાવાડીના સરપંચપદના ઉમેદવાર 10 મતથી હારતાં તેમનાં પત્ની ચક્કર ખાઈ ઢળી પડ્યાં

નર્મદાએક મહિનો પહેલા
  • પત્નીને ચક્કર આવતાં હોસ્પિટલે ખસેડાયાં
  • જિલ્લામાં 12થી વધુ ગ્રામપંચાયતોની ચૂંટણીનું પરિણામ જાહેર
  • જિલ્લામાં મતગણતરીને પગલે કહી ખુશી કહી ગમ જેવો માહોલ

નર્મદાનાં નાંદોદ તાલુકાના ચિત્રાવાડી ગામના સરપંચપદના ઉમેદવાર વાસુ વસાવા આજે મંગળવારે થયેલી મત ગણતરીમાં 10 મતથી હારી ગયા હતા, જેને પગલે તેમનાં પત્નીની તબિયત લથડતાં તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં.

નર્મદા જિલ્લામાં 184 ગ્રામપંચાયતોની સામાન્ય અને 03 ગ્રામપંચાયતોની પેટાચૂંટણીનાં પરિણામો ધીરે ધીરે જાહેર થઈ રહ્યા છે, જેમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો વિજેતા ઉમેદવારોનો ફૂલહાર કરી સન્માન કરી રહ્યા છે અને ડીજેના તાલે નાચગાન કરી રહ્યા છે.

જીતના જશ્નની સાથે હારનું દુઃખ પણ રહે ત્યારે તંત્ર દ્વારા જરૂરી સુરક્ષા વધારી કોઈ અનિચ્છનીય બનાવ ના બને એ માટે પેટ્રોલિંગ કરી રહ્યા છે. અત્યારસુધીમાં નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાની નરખડી, ચિત્રાવાડી, સોઢાળિયા, અનિજરા હેલંબી, નવપરા નિકોલી, ગોપાલપુરા સાથે 12થી વધુ ગ્રામપંચાયતોની ચૂંટણીનાં પરિણામ જાહેર થયાં છે, જેને પગલે લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...