જનાદેશનો વિજયોત્સવ:ચિત્રાવાડીના ઉમેદવાર 10 મતથી ​​​​​​​હારતા પત્નીની તબિયત લથડી

ભરૂચ/નર્મદાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઝઘડિયા: ઝઘડિયાની 67 ગ્રામપંચાયતોની ચુંટણીની મતગણતરી યોજાતા ઉમેદવારોના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. - Divya Bhaskar
ઝઘડિયા: ઝઘડિયાની 67 ગ્રામપંચાયતોની ચુંટણીની મતગણતરી યોજાતા ઉમેદવારોના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
  • ઝઘડિયા મત ગણતરી કેન્દ્રમાં ઉમેદવારને ચક્કર આવતા ઢળી પડ્યાં
  • ડેડિયાપાડામાં હારેલા ઉમેદવારે તેના હરિફ વિજેતાનું સ્વાગત કર્યું

ભરૂચ અને નર્મદા જિલ્લામાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી તમામ તાલુકા મથકોએ મંગળવારે સવારે 9 કલાકથી શરૂ થઈ હતી. તમામ તાલુકામાં ગણતરી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. મતગણતરી કેન્દ્રની બહાર ઉમેદવારોના સમર્થકો સવારથી જ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.

વિજેતા ઉમેદવારોનું તેમના સમર્થકોએ પુષ્પગુચ્છ, હાર તોરા, મીઠાઈ ખવડાવી ભવ્ય સ્વાગત કર્યું હતું. કેટલાય તાલુકાઓમાં મોડી રાત સુધી ગણતરી ચાલુ રહી હતી. વિજેતા જાહેર થયેલા ઉમેદવારોએ પોતાના ગામમાં પહોંચી વિજય સરઘસ યોજ્યા હતા. એક-બે બનાવને બાદ કરતાં બંને જિલ્લામાં દિવસ દરમિયાન માહોલ શાંત જોવા મળ્યો હતો. કેટલાક ગામોના પરિણામ મોડી રાત સુધી બાકી રહ્યા હતા.

ભરૂચ તાલુકાની ગ્રામ પંચાયતો માટે મતગણતરી કે.જે. પોલિટેકનિક કોલેજ ખાતે યોજાઈ હતી. ગણતરી કેન્દ્રની બહાર ઉમેદવારોના સમર્થકોની ભીડ જામી હતી.

નેત્રંગના કંબોડિયા ગામે વિજેતા થયેલા સરપંચ અને તેમની પેનલનું ગામલોકોએ બેન્ડવાજા સાથે સ્વાગત કર્યું હતું.

તિલકવાડાની શ્રી કે. એમ. શાહ હાઇસ્કુલમાં ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી માટેની મત ગણતરી હાથ ધરાઈ હતી. વિજેતા ઉમેદવારોએ વિજય સરઘસ કાઢ્યા હતા.

નાંદોદ તાલુકાના ગ્રામપંચાયતોની ચૂંટણીનુ પરિણામ જાહેર થતાં વિજેતા ઉમેદવારોને સમર્થકોએ વધાવી વિજયઉત્સવ મનાવ્યો હતો.

ઝઘડિયા તાલુકાની ગ્રામ પંચાયતોની ચુંટણીની મતગણતરી ઝઘડિયા ખાતે યોજાતા રાજપારડી પંથકની પંચાયતના ઉમેદવારો-સમર્થકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.

વાલિયા તાલુકાની ગ્રામ પંચાયતમાં વિજેતા થયેલા ઉમેદવારોએ સમર્થકો સાથે મતગણતરી સ્થળે અને બાદમાં પોતાના ગામમાં બેન્ડ સાથે વિજય સરઘસ યોજી વિજયોત્સવ મનાવ્યો હતો.

નર્મદા જિલ્લામાં રાજપીપલા ખાતે મતગણતરી પ્રક્રિયા આરંભ થયો મોડી રાત્રીના 3 વાગ્યા સુધી ગણતરી ચાલી.

નેત્રંગના કાકડકુઈ ગામે સરપંચ પદે વિજેતા થયેલ તારાબેન ગૌતમનું તેમના સમર્થકોએ ગામમાં ઉસ્માભેર સ્વાગત કર્યું હતું.

ડેડિયાપાડાના કેવડી ગ્રૂપગ્રામ પંચાયતના સરપંચના વિજેતા ઉમેદવાર કુંવરજી અમરસિંહ વસાવાનું તેમની સામે હારેલા ઉમેદવાર મહેશ રણછોડ તડવીએ ફૂલહારથી સ્વાગત કર્યું હતું.

વાગરા તાલુકાની ગ્રામપંચાયતોની ચૂંટણીમાં મતગણતરી સ્થળે ઉમેદવારો અને ટેકેદારોનો જમાવડો જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...