તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:નેશનલ હાઇવેના મુખ્ય ઈજનેર નર્મદા જિલ્લાના માર્ગોની મુલાકાતે

રાજપીપલા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષવા માટે આયોજન

નર્મદા જિલ્લો પ્રવાસન ક્ષેત્રે વિશ્વ ફલક પર અંકિત થયો છે. ત્યારે દેશ વિદેશમાંથી પ્રવાસીઓ અહીંયા આવી રહ્યા હોય નર્મદા કેવડિયા ની છાપ એ ગુજરાત અને દેશની છાપ હોય પહોળા રસ્તા અને સ્ટેચ્યુને સરળતા થી જોડતા રસ્તા બનાવાયા છે. ત્યારે જેની જાળવણી રાખી આંતરિક ગમડાઓમાં પણ “હોમ સ્ટે” આવેલા હોય પ્રવાસીઓ ગામડાઓ માં પણ રોકાતા હોય તમામ માર્ગો સારા બનાવવા અને આજુબાજુની ઝાડી ઝાંખર કાપી ચોખ્ખા કરવા થી અકસ્માતો પણ ના થઇ શકે આવી બાબતો ને લઈને નેશનલ હાઇવે ના મુખ્ય ઈજનેર સી.ઇ પટેલિયા સાહેબે નર્મદા ની મુલાકાત લીધી હતી. અને માર્ગ અને મકાન સ્ટેટ, પંચાયત ના અધિકારીઓ કર્મચારીઓની મિટિંગ કરી હતી.

મુખ્ય ઈજનેરે અધિકારીઓને જણાવ્યું હતુંકે દેશ વિદેશથી આવતા પ્રવાસીઓને કોઈ તકલીફના પડે એ માટે સરકાર દ્વારા પહોળા ફોરલેન રસ્તા બનાવાયા છે. આ સાથે ઇન્ટિરિયાલ રસ્તા પણ બનાવી વ્યવસ્થિત રાખવા સાથે જેનું મેન્ટેનન્સ પણ તરત કરવાની વાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...