તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સઘન ચેકીંગ:મહારાષ્ટ્રથી આવતા લોકોનું ઘનશેરા ચેકપોસ્ટ પર ચેકિંગ

રાજપીપલા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ટેસ્ટમાં નેગેટિવ આવે તો જ ગુજરાતમાં પ્રવેશ

કોરોના મહામારીને અનુલક્ષીને વર્તમાન પરિસ્થિતિમાં સંક્રમણ અટકાવવા રાજ્ય સરકારની સૂચના અને માર્ગદર્શિકા મુજબ નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લા પોલીસ-આરોગ્યતંત્ર દ્વારા જિલ્લાની સરહદે સાગબારા તાલુકાના ધનશેરા આંતરરાજ્ય ચેકપોસ્ટ ખાતે મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશતાં વાહનો-મુસાફરોનું સઘન ચેકીંગ અને સ્કેનીંગ કરવામાં આવી રહ્યું છે.

અને ૭૨ કલાક પહેલાં RTPCR ટેસ્ટ કરાવેલ હોય અને ટેસ્ટમાં નેગેટીવ આવેલ હોય તેવી વ્યક્તિઓને જ ધનશેરા ચેકપોસ્ટથી ગુજરાતમાં પ્રવેશ આપવાની રાજ્ય સરકારની સૂચનાઓનું ગઇકાલ તા.24 મી માર્ચ 21 ની રાત્રિથી જ ચૂસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે. આ અંગે નર્મદા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા નંદુરબારના કલેક્ટર અને ડીએસપીને પણ જાણકારી અપાઇ છે.

જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે જિલ્લાના નાગરિકોને કોરોનાના સંક્રમણને અટકાવવા કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા અમલી માર્ગદર્શિકાના ચૂસ્તપાલન સાથે પ્રજાજનોને અચૂક માસ્ક પહેરવાં, વારંવાર હાથ ધોવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા, સેનીટાઇઝેશન વગેરે અંગે ખાસ કાળજી અને તકેદારી રાખવા હદયસ્પર્શી અપીલ કરી છે.

નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ પરમારે જણાવ્યું હતું કે, સાગબારાની ઘનશેરા ચેકપોસ્ટ ખાતે રાજ્ય સરકારની સૂચના મુજબ મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશતાં વાહનો-મુસાફરોનું સઘન ચેકીંગ અને સ્કેનીંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં ૭૨ કલાક પહેલાં RTPCR ટેસ્ટ કરાવેલ હોય અને ટેસ્ટમાં નેગેટીવ આવેલ હોય તેવી વ્યક્તિઓને પ્રવેશ અપાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો