સ્વચ્છ ભારત-CLEAN INDIA:નર્મદા જિલ્લાના 5 તાલુકામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અભિયાન

રાજપીપળા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્વચ્છ ભારત-CLEAN INDIA કાર્યક્રમનો પ્રારંભ
  • નહેરૂ યુવા કેન્દ્રના સ્વયંસેવકોને બેગ વિતરણ કરાઈ

કેન્દ્ર સરકાર ધ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 1થી 31મી ઓક્ટોબર 21 દરમિયાન હાથ ધરાયેલા “સ્વચ્છ ભારત-CLEAN INDIA” કાર્યક્રમને નહેરૂ યુવા કેન્દ્ર- નર્મદા જિલ્લા વહિવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત લોન્ચીંગ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષા વસાવા, ભાજપ જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પી.ડી. પલસાણા, જિલ્લા નહેરુ યુવા કેન્દ્રના પ્રોગ્રામ સુપરવાઈઝર અને કાર્યવાહક જિલ્લા યુવા ઓફિસર ચંદ્રકાન્ત બક્ષી, શહેર મહામંત્રી અજીત પરીખ, આદિજાતિ મોર્ચાના પ્રમુખ વિક્રાંત વસાવા, નેહરુ યુવા કેન્દ્રના મુખ્યાલય દિલ્હીના પ્રતિનિધિ ડૉ. પ્રેમપ્યારી તડવી, પ્રતિક્ષા પટેલ, નહેરૂ યુવા કેન્દ્રના સ્વયંસેવક, યુવક મંડળ, મહિલા મંડળ, NGO તથા વિવિધ સંગઠનો વગેરેની ઉપસ્થિતિમાં રાજપીપળા મુખ્ય મથકે ડૉ. બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે સ્વચ્છ ભારત-CLEAN INDIAના કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મુકાયો હતો.

નર્મદા જિલ્લાનો દરેક નાગરિક સ્વચ્છતા અભિયાનમાં જોડાય
રાષ્ટ્રપિતામહાત્મા ગાંધીજીએ દેશને આઝાદી અપાવવાની સાથોસાથ દેશને સ્વચ્છ બનાવવા પર ભાર મૂક્યો હતો. નર્મદા જિલ્લામાં ગ્રામ્યકક્ષાએ દરેક નાગરિક સ્વચ્છતા અભિયાનમાં પ્લાસ્ટિકનું એકત્રિકરણ કરવાં ઉપરાંત સ્વચ્છ ભારત અભિયાન સાચા અર્થમાં બને તે રીતે સહિયારા પ્રયાસોની જરૂરિયાત હાલના સમયમાં છે. જેમાં સૌએ સહયોગ આપવો જોઈએ.> પર્યુષાબેન વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ, નર્મદા.

અન્ય સમાચારો પણ છે...