તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:મહિલા કર્મીઓને રાત્રે ઘરે બોલાવીને કામ કરાવો છો, તેમ કહી જિલ્લા આરોગ્ય અધિકારીને ધમકી

રાજપીપળા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • DDOને લેખિત ફરિયાદ કરી આ મામલે તપાસ કરાવવાની CDHOની સલાહ
  • ટેલિફોનિક ધમકી આપનાર રજનીકાંત પરમાર વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ

નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ ના અધિકારીઓને ટેલિફોનિક ધમકી આપી ગેરવર્તણુંક કરતા યુવાન સામે આરોગ્ય અધિકારી એ રાજપીપલા પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.નર્મદા જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી કિરણભાઈ પી. પટેલ સાગબારા તાલુકા વહીવટી કામે ગયા હતા.

બપોર ના 2 કલાકના સુમારે મોબાઇલ પર એક રજનીકાંત પરમાર નામના શખ્સનો ફોન આવ્યો અને તેણે અધિકારી ને ટેલિફોન કરી ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે તમે મહિલાઓ નું શોષણ કરો છો, મહિલા કર્મચારીઓ ને રાત્રે ઘરે બોલાવી કામ કરાવો છો, વિધવા પટાવાળા મહિલાઓ પાસે વાસણ ધોવડાવો છો, અને બે ત્રણ અધિકારીઓ ભેગાં મળી દારૂ ની પાર્ટી કરો છો તેવા ગંભીર આક્ષેપો કરતા.

જેના પ્રત્યુત્તરમાં CDHO દ્વારા આ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા હતાં. જો તમને કોઈ ફરિયાદ હોય તો DDOને આ બાબતે લેખિત ફરિયાદ કરી તપાસ કરાવવાની સલાહ આપી હતી.ત્યાર બાદ આ બાબતની જાણ જિલ્લા આરોગ્ય અધિકારી કે.પી.પટેલે રાજપીપળા પોલીસ મથકે ટેલિફોનિક ધમકી આપનાર રજનીકાંત પરમાર વિરુદ્ધ ફરિયાદ લખાવવામાં આવી હતી. પોલીસે તેની સામે આઈ.પી.સી એકટ 504,506,186 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવ ની તપાસ પો.સ.ઈ આઈ.આર.દેસાઈ કરી રહયાં છે.

અન્ય સમાચારો પણ છે...