તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાંસદનો બળાપો:BTP-AIMIMના ગઠબંધનથી BJPને કોઈ જ ફરક નહી: સાંસદ

રાજપીપળાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઓવૈસીના સંમેલન બાદ સાંસદનાે બળાપો

ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં BTP એ AIMIM સાથે ગઠબંધન કર્યું છે.ભરૂચ અને અમદાવાદ ખાતે BTP ના છોટુભાઈ વસાવા અને AIMIM અસદ્ગુદિન ઔવેશી એ જાહેરસભા સંબોધી ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો હતો.AIMIM અસદ્ગુદિન ઔવેશીએ બન્નેવ જાહેરસભામાં ભાજપ અને નરેન્દ્ર મોદી તથા અમિત શાહ વિરુદ્ધ બેફામ વાણી વિલાસ કર્યો હતો અને એમની પર ગંભીર આક્ષેપો પણ લગાવ્યા હતા.AIMIM ઔવેશીએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે,

ગુજરાત છોટુભાઈ વસાવાનું છે નરેન્દ્ર મોદી કે અમિત શાહનું નહિ.અસદ્ગુદિન ઔવેશીના આ નિવેદન બાદ ખળભળાટ મચ્યો હતો.ત્યારે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ AIMIM અસદ્ગુદિન ઔવેશીને બોલવામાં મર્યાદા રાખવાની સલાહ આપી હતી.એમણે જણાવ્યું હતું કે BTP-AIMIM તો ગાંડા છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં BTP-AIMIM ગઠબંધન વિશે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે એ ગઠબંધનથી કોંગ્રેસને ખૂબ મોટું નુકશાન જશે ભાજપને કોઈ જ ફરક નહિ પડે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો