તંત્રની ચાંપતી નજર:સાગબારાના બન્ને ડેમ છલોછલ ભરાયા નિચાણવાળા ગામોને સાવધ રહેવા તાકીદ

રાજપીપળા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભયજનક સપાટીથી નાના કાકડીઆંબા ડેમ 1 મીટર અને ચોપડવાવ ડેમ 0.40 મીટર દુર, તંત્રની ચાંપતી નજર

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નાના કાકડીઆંબા ડેમની હાલની સપાટી 186.80 મીટર છે. અને તેની ભયજનક સપાટી 187.78 મીટર છે. હાલની પરિસ્થિતિએ દરરોજ આશરે 2થી 3 સે.મી. ડેમની સપાટી વધી રહી છે. જો ઉપરવાસમાં વરસાદ ન આવે તો હાલના સંજોગોમાં ડેમ ઓવરફલો થવાની સંભાવના નથી. તથા ચોપડવાવ ડેમની હાલની સપાટી 187 મીટર છે અને તેની ભયજનક સપાટી 187.40 મીટર છે. હાલની પરિસ્થિતિએ દરરોજ આશરે 10 સેમી ડેમની સપાટી વધી રહી છે.

ઉપરવાસમાં વરસાદ ન આવે તો આશરે ચારેક દિવસ બાદ સિમિત માત્રામાં ઓવરફલો થવાની સંભાવના રહેલી છે. હાલ ડેમ ઓવરફ્લો થયેલ નથી પણ જો પડે તો ઓવરફ્લો થાય એટલે તંત્ર એલર્ટ થઈ ગયું છે. જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી વધુમાં પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ નિચાણવાળા ગામોના સરપંચો-તલાટીશઓને સાવધ રહેવા અને જરૂર પડ્યે રેસ્ક્યુ અને આશ્રય સ્થાનો તૈયાર રાખવા તથા ગ્રામજનોને નદી કિનારે ન અવર-જવર ન કરવા સૂચના આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...