વિશ્વ સ્તરે ગૌરવ:ગ્લોબલ સાયન્સ ઓપેરામાં બોરિદ્રા શાળાનું ‘વૃક્ષો વાવીએ વૃક્ષો બચાવીએ’ ગીત રજૂ થતાં વિશ્વ કક્ષાએ ગૌરવ વધાર્યું

રાજપીપલા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આદિવાસી બોલીમાં ‘સાળવે વાવજી, સાળવે બસાવાજી’ ગીત તૈયાર કરવામાં આવ્યું

નર્મદા જિલ્લાના એક એવા અંતરિયાળ ગામ બોરીદ્રા જ્યા મોબાઈલ નેટર્વક નથી એ ગામના શિક્ષકે અને બાળકોએ વૃક્ષ વાવો વૃક્ષોનું જતન કરો પર્યાવરણ બચાવોની વાત એક આદિવાસી ગીતમાં ઢાળી જાતે સમૂહ ગાન કરી તાલુકા જિલ્લામાં, રાજ્યમાં પ્રસંદગી પામી આ ગીતે ધૂમ મચાવીને ઇન્ટરનેશનલ કક્ષાએ ગ્લોબલ સાઇન્સ ઓપેરામાં પસંદગી પામ્યું.એક મોટું ગૌરવ આ નાનકડા ગામ બોરિદ્રના શિક્ષક અને વિદ્યાર્થીઓએ અપાવ્યું છે.

નર્મદા જિલ્લાની એકમાત્ર બોરિદ્રા શાળા ના બાળકો દ્વારા આદિવાસી બોલી, ગુજરાતી ભાષા અને હિંદી ભાષામાં બનાવેલ ગીત.....સાળવે વાવજી, સાળવે બસાવાજી. ગીત તૈયાર કરવામાં આવ્યું હતું. આ ગીત મુખ્ય શિક્ષક અનિલભાઈ મકવાણા એ રચના કરી હતી. શાળાના બાળકોને અભિનય પણ અનિલ ગુરુજી એ તૈયાર કરાવ્યો હતો. બાળકો અને મુખ્ય શિક્ષક ની મહેનત આજે રંગલાવી છે.

કુદરતી સૌંદર્ય વચ્ચે શોભતું બોરિદ્રા ગામના જુદા જુદા સ્થળો એ શૂટિંગ કરવામાં આવ્યું હતું. કોરોના ની સંપૂર્ણ ગાઈડ લાઈન નું ચુસ્ત રીતે પાલન કરી ને ગીત મંથન લોક વિજ્ઞાન કેન્દ્ર રાજપીપળાના ડાયરેકટર અભય કોઠારી ના સહયોગ થી કથન સાહેબ અને જિલ્લા કો.ઓર્ડીનેટર ભરતભાઈ ડોડિયા એ ખૂબજ સહકાર આપ્યો હતો.આમ સમગ્ર ટીમના અથાગ પ્રયત્નોથી બોરિદ્રાના બાળકો દ્વારા શિક્ષણ નું ઝરણું વહેતુ રહે તેવું વૃક્ષો વાવીએ વૃક્ષો બચાવીએનું સંદેશ ફેલાવતું ગીત વિશ્વ કક્ષા એ ગ્લોબલ સાયન્સ ઓપેરા ઉપર ગુંજ્યું. આવી ઉત્તમ સફળતા માટે વિશેષ રૂપે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. બોરિદ્રાના બાળકોએ અને અનિલ ગુરુજીએ નર્મદા જિલ્લાનું નામ વિશ્વ કક્ષાએ રોશન કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...