તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વ ખ્યાતિ:બોરિદ્રાની શાળાનું ઊર્જા બચત ગીત વિજ્ઞાન ક્ષેત્રે ગ્લોબલ સાયન્સ ઓપેરાની વેબ સાઈટ પર ગુંજ્યું

રાજપીપલા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાળામાં રચાયેલા ગીતનું શિક્ષક - વિદ્યાર્થીઓ દ્વારા ગામના વિવિધ સ્થળોએ શુટિંગ કરાયું

નર્મદા જિલ્લાના બોરીદ્રા ગામના બાળકોએ વૈશ્વિક વિજ્ઞાન સંગીત નાટકમાં 30થી વધુ દેશોમાં એનર્જી સસ્ટેઈની બિલિટી પર પોતાનું ગીત રજૂ કર્યું હતું. પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકે લખેેલું તથા ગવાયેલું ગીત વિદ્યાર્થીઓએ અભિનય થકી ઉર્જા બચાવવાનો સંદેશો આપ્યો હતો. જેને વિશ્વ કક્ષાએ સ્થાન મળતા નર્મદા જિલ્લા સહિત ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. શાળાએ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) ગાંધીનગર પ્રાયોજિત નર્મદા લોક વિજ્ઞાન કેન્દ્રનો સહકાર મેળવી અને સંસ્થાના કથન કોઠારી તથા મુખ્ય શિક્ષક અનિલ મકવાણાએ લખેલા ગીત પર અભિનય કરીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.

આ ગીત વસાવી અને હિન્દીમાં ગવાયું છે. જેમાં પૃથ્વીને ટકાઉ બનાવવા, ઊર્જા પ્રદાન કરવા તથા ઊર્જા બચાવવા માટે સૌર, પવન અને જળ ઊર્જાનો ઉપયોગ કરવા પરના વિચારો રજૂ કરેલ છે. જેનાથી લોકોમાં ઉર્જા બચાવવા માટે જાગૃતતા આવશે વિદ્યાર્થીઓ દ્વારા રજૂ થયેલ આ સંગીત નાટક એ અમેરિકા, યુરોપ, આફ્રિકા, એશિયા અને દુનિયા ના બીજા ઘણા ભાગો માંથી 30 કરતા પણ વધારે દેશો દ્વારા વૈશ્વિક વિજ્ઞાન સંગીત નાટક કાર્યક્રમમાં પ્રેઝન્ટેશન આપશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser