કાર્યક્રમ:નર્મદા સુગરમાં 9 લાખ મે.ટનના લક્ષ્ય સાથે બોઇલર પ્રદીપન કરાયું

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષે 7.52 લાખ મેટ્રિક ટન પીલાણ કરી 197 કરોડ રકમ ખેડૂતોને આપી

નર્મદા ધારીખેડા સુગર ફેક્ટરી આ વર્ષે 9લાખ મેટ્રિક ટનના લક્ષ્યાંક સાથે પુનઃ એકવાર નવી સીઝન માટે શરુઆત કરાઈ છે. ભરૂચ સાંસદ મનસુખ વસાવા, નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલ, વા.ચેરમેન અજયસિંહ પરમાર, એમડી નરેન્દ્ર પટેલ અને તમામ ડીરેકટરો સાથે સુગર ફેક્ટરીની સમગ્ર ટીમ અને ખેડુતોએ પૂજા કરીને ફેકટરીમાં નવી સિઝન માટે બોઇલરોનું પ્રદીપન કર્યું.આ વર્ષે 9લાખ મેટ્રિક ટન શેરડી પિલાણનું લક્ષ્યાંક છે. આગામી 15 ઓક્ટોબર સુધીમાં પીલાણ શરૂ કરવામાં આવશે. ગત વર્ષની વાત કરીએ તો 7.52લાખ મેટ્રિક ટન શેરડીનું પીલાણ કરવામાં આવ્યું હતું અને 10 ટકા કરતા વધુ રિકવરી પણ મેળવી હતી.

નર્મદા સુગરનો ભાવ રૂ.2620 હતો
નર્મદા સુગર ફેક્ટરીનો ભાવ 2620 રૂપિયા હતો જે હિસાબે ગણીએ તો 1,97,02,40,000 રૂપિયા જેટલી મતબાર રકમ ખેડૂતોના ખાતામાં તબક્કા વાર ઓનલાઈન જમા કરાવી પહેલા બે હપ્તા ખેડૂતોને જમા કરી દેવામાં આવ્યા છે. આગામી નજીકના દિવસોમાં ત્રીજો ફાયનલ હપ્તો પણ આપી ખેડૂતોને પૂરેપૂરું પેમેન્ટ કરશે.

અન્ય સમાચારો પણ છે...