વાતાવરણમાં પલટો:રાજપીપળામાં કાળા ડિબાંગ વાદળોથી પંથકમાં અંધારપટ્ટ જેવો માહોલ સર્જાયો

રાજપીપલા19 દિવસ પહેલા
  • કૉપી લિંક

નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમા બપોરે ભારે પવનો અને વીજળીના કડાકા સાથે મુશળધાર વરસાદ પડ્યો હતો, જોકે અચાનક વાતાવરણ બદલાતા જન જીવન ખોરવાયું હતું અને બપોરે 4 વાગે અંધારપટ છવાય ગયું હતું, જેને લઈને લારી ગલ્લા અને પથારી પાથરી ધંધો કરતા વેપારીઓ એ દુકાનો સમેટવાનું શરૂ કર્યું હતું. અને એકધારો એવો વરસાદ ખાબક્યો કે એક કલાકમાં તો 1 ઇંચ થી વધારે વરસાદ ખાબક્યો હતો.

રાજપીપલા શહેરના સફેદ ટાવર સ્ટેશન રોડ વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા. રાજપીપળામાં બે દિવસથી વાદળછાયા વાતાવરણમાં ઠંડીનો અહેસાસ વધ્યો હતો ત્યારે આજે સવારથીજ વરસાદના અમી છાંટણા ચાલુ થયા હતા જોકે બપોરે 4 વાગ્યે અચાનક ભારે પવનો અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ઘસી આવ્યો હતો, અને બપોરના સમયે સમગ્ર પંથકમાં અંધારપટ છવાય ગયો હતા.

અન્ય સમાચારો પણ છે...