ચૂંટણી:પાંચ રાજ્યોની ચૂંટણીમાં બીજેપી જંગી બહુમતીથી જીતશે: ડો. કે લક્ષ્મણ

રાજપીપળા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેવડિયામાં ભાજપ રાષ્ટ્રીય ઓબીસી મોરચાની કારોબારી

કેવડિયા ખાતે ભારતીય જનતા પાર્ટીની OBC મોરચાની રાષ્ટ્રીય કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું ત્રણ દિવસીય આ કારોબારી માં પ્રથમ દિવસે આમંત્રીતો નું આગમન થયું આજે સવારે 10 કલાકે મુખ્ય બેઠક નો શુભારંભ થશે.

આ બેઠક હાજરી આપવા રાષ્ટ્રીય ઓબીસી અધ્યક્ષ ડો.કે લક્ષમણ અને રાષ્ટ્રીય મહામંત્રી અરુણ સિંહ સહિત આગેવાનો કેવડિયા પહોંચ્યા હતા તેમના સ્વાગત માં ગુજરાત રાજ્ય ઓબીસી મોરચાના અધ્યક્ષ ઉદય કાનગડ, મહામંત્રી મયંક નાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, મહામંત્રી નિલ રાવ, અનિરુદ્ધસિંહ ગોહિલ, વિક્રમ તડવી સાથે ઓબીસી મોરચાના અધ્યક્ષ અને હોદેદારો હાજર રહયા હતા. કેવડિયાની ધી ફર્ન હોટલ ખાતે વિવિધ રાજ્યોના 150 જેટલા ઓબીસી મોરચાના અધ્યક્ષો, મહામંત્રીઓ, રાજ્યસભા અને લોકસભાના સભ્યો, ધારાસભ્યો સહિત આજે બેઠકના હાજરી આપશે.

ગત રોજ પહેલા દિવસે આગેવાનો એ નોંધણી કરી કેવડિયા પ્રવાસન સ્થળો પર પહોંચ્યા હતા. અને આજે ગુજરાત પ્રદેશ મહામંત્રી રત્નાકરજી, અને પ્રદીપસિંહ વાઘેલા હાજરી આપશે. કેવડિયા ફર્ન હોટેલ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.કે.લક્ષમને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઓબીસી સમાજ માટે ઘણી યોજના કરી છે. વિકાસ કામો લઈને આવનારી ચૂંટણીમાં લોકો પાસે જઈશું. સારું પ્રદર્શન પણ કરીશું.

અન્ય સમાચારો પણ છે...