તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગોતરું આયોજન:કોરોનાની ત્રીજી લહેરને રોકવા ભાજપના સૈનિકો તૈયાર: પટેલ, નર્મદા જિલ્લામાં 628 બુથ પર 2512 પેજ પ્રમુખોને કામગીરી સોંપાઈ

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંભવિત ત્રીજી લહેર આવતા પહેલા ભાજપે કાર્યકરોને સજ્જ કર્યા

એક બાજુ રાજકીય પાર્ટીઓ આગામી વિધાનસભા 2022 ની ચૂંટણી ને લઈને નામો નોંધણી અને સંઘઠન મજબૂત બનાવવા થી લઈને ચૂંટણી પ્રચારમાં અત્યારથી જોડાઈ ગયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એ પ્રચાર તેની જગ્યા એ અને કોરોના સામે પોતાની યુવા ટીમ ઉતારી દીધી છે. નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ ની આગેવાની માં રાજપીપલા APMC ખાતે મળેલી બેઠક માં જિલ્લાના તમામ હોદેદારો ને પોતાના વિસ્તારમાં કોઈપણ જરૂરિયાત મંદો હોય કોરોના પોઝિટિવ હોય કે લક્ષણ ધરાવતો હોય તેમને સારવાર કરવા થી લઇ અન્ય જરૂરી મદદ ઉઠાવવા સજ્જ કાર્ય છે.

જેથી કોરોનની આગામી ત્રીજી લહેરને રોકી શકાય, ત્રીજી લહેર આવી પણ જાય તોયે તંત્ર જેમ સજ્જ બન્યું છે તેમ ભાજપ પણ પોતાના સ્વસ્થ્ય સ્વયંસેવક અભિયાન અંતર્ગત પેજ પ્રમુખો ને તૈયાર કરી રહ્યા છે.પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ બન્યા બાદ સૌથી વધુ તેમણે પેજ પ્રમુખો ને મહત્વના ગણીને તેમનું સન્માન કર્યું એટલે રાજ્યમાં આ પેજ પ્રમુખો એ જિલ્લા સંઘઠન ના નેતૃત્વમાં પાયામાં એટલું સારું કામ કર્યું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જંગી જીત અપાવી, જેથી આગામી કોરોના ની ત્રીજી લહેર ના ભણકારા વાગી રહ્યા છે

જોકે નર્મદા જિલ્લામાં અસર ખુબ ઓછી છે પરંતુ છતાં કોઈ કચાસ આ વખાએ નથી રાખવી એવા સંકલ્પ સાથે તંત્રની સાથે દોડવા ભાજપે સ્વાસ્થ્ય સવયંસેવક આભીયાન અમલમાં મૂકી ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લા દ્વારા આગોતરું આયોજન કરી ને નર્મદા જિલ્લાના 628 બુથ માં 4 લોકોની ટિમ બનાવી આમ જિલ્લામાં કુલ 2512 જેટલા લોકો ગામે ગામ અને ફળિયે ફળિયે કામગીરી કરશે.

આ બેઠકમાં માર્ગદર્શન આપવા ગુજરાત પ્રદેશ સોશિયલ મીડિયા સહ કન્વીનર મનન દાણી, જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ,જિલ્લા ભાજપ મહામંત્રી નિલ રાવ, વિક્રમ તડવી, જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવા, સ્વસ્થ્ય સ્વયંસેવક અભિયાન નર્મદા જિલ્લા ઇન્ચાર્જ ડો.દર્શનાબેન દેશમુખ,ગુંજન મલાવીયા, આદિજાતિ મોર્ચા પ્રમુખ વિક્રાંત વસાવા હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...