તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ વહેંચણી મુદ્દે BJPમાં ઘમાસણ

રાજપીપળા17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભાજપ અને કોંગ્રેસ પોતાના ઉમેદવારો જાહેર કરવાને લઇને વોર્ડમાં અસંતોષ

રાજપીપળા નગર પાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. અત્યાર સુધી રાજકીય પક્ષો કરતા અપક્ષ ઉમેદવારોના વધુ ફોર્મ ભરાયા છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ પોતાના ઉમેદવારો જાહેર કરવાને લઈને વોર્ડમાં અસંતોષ જોવા મળી રહ્યો છે ત્યારે કોંગ્રેસ ભાજપને નુકસાની થાય અને અપક્ષને સીધો ફાયદો થાય ત્યારે પક્ષની રણનીતિ બદલવી પડશે.

રાજપીપળા નગર પાલિકા ચૂંટણીમાં ટિકિટ વહેંચણી મુદ્દે ભાજપમાં ધમાસણ સર્જાયુ છે તો વોર્ડ નંબર 4માં વૈષ્ણવ સમાજ અને બ્રાહ્મણ બારોટ સમાજના મતો વધુ છે ત્યારે હવે પાલિકામાં ભારે ચૂંટણીનો માહોલ જામ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે ભાજપમાં ઉમેવારોને નક્કી કરવામાં પાર્લામેન્ટરીમાં નક્કી કરેલા નિયમ મુજબ ટિકિટો ફાળવવામાં આવી છે. જેમાં સ્થાનિક આગેવાનો એવો રોષ વ્યકત કરી રહ્યા છે.

શહેર મંત્રીના પુત્રને નગરપાલિકામાં ટિકિટ અપાઈ છે. તિલકવાડા મંત્રીની દીકરીને ટિકિટ અપાઈ છે, જ્યારે જિલ્લા ભાજપ ઉપમપ્રમુખના પત્ની પુત્ર ને કેમ કાપવામાં આવ્યા. નિયમ તો તમામ માટે સરખા રાખવા જરૂરી હોવાની વાત કરી હતી. જેના કારણે ભાજપના કાર્યકરોમાં છૂપો રોષ વ્યકત તાલુકા જિલ્લામાં ઉઠી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો