તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:રાજપીપળામાં ચૂંટણીની અદાવતે ભાજપના ઉમેદવાર ઉપર હુમલો

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વોર્ડ -2માં ચૂંટણીમાં ઉમેદવારી કરનાર ભાજપના ઉમેદવારને માર માર્યો
  • પાલિકાના વોર્ડ નંબર-2માં કોંગ્રેસની પેનલનો વિજય થયો હતો

નર્મદા જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ને ઉમેદવારી કેમ કરી કહીતલવાર અને લોખંડની પાઇપ વડે હુમલો કરતા મામલો રાજપીપળા પોલીસ મથકમાં પહોંચ્યો. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી.

રાજપીપળા પાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. જેમાં વોર્ડ 2 માં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે.વોર્ડ 2ના જ ભાજપના ઉમેદવાર અમિત વિઠ્ઠલ વસાવા પર તલવારથી હુમલો થયાની ઘટના બની હતી. વોર્ડ 2માંથી ભાજપમાંથી ઉમેદવારી નોંધાવનારા અમિત વિઠ્ઠલ વસાવા ટેકરા ફળિયાની પાણીની ટાંકી પાસે પોતાની ગાડી પર બેઠા હતા ત્યારે શ્રાવણ ઉર્ફે છોટુ બુધાભાઈ વસાવા અને રોહિત ભાઈ રાજેશ ભાઈ વસાવા એમની પાસે આવી કહ્યું હતું કે તું કેમ અમારી સામે ચૂંટણીમાં ઉભો હતો.બાદ શ્રાવણ ઉર્ફે છોટુ બુધાભાઈ વસાવાએ અમિત પર તલવારથી જ્યારે રોહિત ભાઈ રાજેશ ભાઈ વસાવાએ પાઈપથી હુમલો કર્યો હતો.તું અમારી સામે ચૂંટણીમાં ઉભો રહ્યો તો તને જાનથી મારી નાખીશું એવી ધમકીઓ પણ આપી હતી.ઘટના મામલે અમિત વસાવાએ હુમલો કરનાર વિરુદ્ધ રાજપીપળા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો