તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુજરાતના ભાવનગરમાં જન્મેલ અને ઉચ્ચ શિક્ષા મેળવી એશોઆરામ જનસેવાનો માર્ગ અપનાવી પોતાની પત્ની અને 7 વર્ષ ની પુત્રી સાથે બધું છોડી સાદગી ભર્યું જીવન જીવવા માંગરોલ ગામે આવ્યા હતા. તેઓએ 44 વર્ષથી નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં જરૂરિયાતમંદોની સેવા કરતા અને અન્ય સેવાકીય કાર્ય કરતા 81 વર્ષના મહેન્દ્રભાઈ ભટ્ટ આ ઉંમરે પણ યુવાનને પણ સરમાવે એવી સ્ફૂર્તિથી કામ કરી રહ્યા છે. તભાવનગરમાં જન્મેલા મહેન્દ્રભાઈ ભટ્ટના મુંબઈના ભારતીબેન સાથે લગ્ન થયા હતા. મહેન્દ્ર ભાઈ GEB માં DE તરીકેને નોકરી કરતા હતા.
જ્યારે પત્ની ભારતીબેને માઈક્રોબાયોલોજીમાં સ્નાતક ડીગ્રી હાંસલ કરી હતી તેઓ ઓક્યુથેરાપીષ્ટ તરીકે નોકરી કરતા.પતિ-પત્ની જે તે સમયે હજારો રૂપિયાની નોકરી છોડી 1977માં પોતાની 7 મહિનાની બાળકીને લઈ નર્મદા જિલ્લાના માંગરોલમાં આવીને વસવાટ કર્યો.મહેન્દ્ર ભાઈ ભટ્ટ અને ભારતી બેને જણાવ્યું કેઅમને માંગરોલના મંગલેશ્વર મહાદેવ મંદિરની 10 બાય 10ની એક ઓરડીમાં જગ્યા મળી.
અમુક સમય જમવાનું મળે ન મળે કઈ નક્કી ન્હોતું.કપરા દિવસો પસાર થયા અને અમે અમારા મકસદમાં કામિયાબ થયા.આજે આસપાસના 70 થી વધુ ગામો અને ગામના લોકો પગભગ થયા છે.મહેન્દ્ર ભાઈ ભટ્ટ 7 થી 8 વર્ષ વિનોબા ભાવેના વિચારો એવા ગ્રામદાન અને શાંતિ સેનાની વાતોનો ફેલાવો કરવા ગુજરાતના વિવિધ ગામડાઓમાં ફર્યા અને લોકોને પ્રેમ પૂર્વક સાદુ જીવન જીવવાની પ્રેરણા પણ આપી.
દંપત્તીએ 500 ગોબર ગેસ પ્લાન્ટ બનાવ્યાં
સરકારે ગામ ગામ શૌચાલયો બનાવવાનું શરૂ કર્યુ તે પહેલા મહેન્દ્રભાઈ ભટ્ટ અને ભારતી બેને 20 વર્ષ પહેલા જ આસપાસના ગામોમાં શૌચાલયો બનાવી સ્વચ્છતાનો સંદેશ ફેલાવ્યો હતો. ઓર્ગેનિક ખેતીની પ્રેરણા પણ એમના દ્વારા જ લોકોને મળી હતી.નર્મદા જિલ્લામાં જે તે વખતે એમણે લોકોને સમજણ આપી 500 થી વધુ ગોબર ગેસ પ્લાન્ટ પણ બનાવ્યા છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.