સમસ્યા:ભરૂચ સાંસદ મનસુખ વસાવા નો વધુ એક લેટર બોમ્બ નર્મદા કાંઠા ના ધોવાણ ને લઈને પ્રધાનમંત્રી મોદી ને લખ્યો પત્ર

રાજપીપળાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા - Divya Bhaskar
ભરૂચ ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી એક સારો પ્રોજેક્ટ પરંતુ તેને વિકસાવવા બનાવેલ અન્ય પ્રોજેક્ટ પૈકી ગરૂડેશ્વર પાસે બનાવેલ વિયર ડેમ માં કોઈક તાંત્રિક ખામી હોવાની આશંકા હોવાની વાત થી ખળભળાટ
  • વિયર ડેમ ના કારણે પાણી નો પ્રવાહ વધવાથી ગરુડેશ્વર પાસે આવેલ ધાર્મિક સ્થળો ને નુકસાન થયું છે
  • વિયર ડેમ બનતા ગરુડેશ્વર કાંઠા વિસ્તાર ના બંને બાજુ ના ખેડૂતો ની જમીન નું ધોવાણ થયું છે: મનસુખ વસાવા

નર્મદા ડેમ માંથી 11 લાખથી વધુ પાણી છોડવામાં આવતા કાંઠા ના ગામો ને મોટું નુકસાન અને મોટું ધોવાણ થયું હતું. ત્યારે વિયર ડેમ બનાવવા ને કારણે આ વર્ષે ઘણું વિનાશ વહોર્યું છે. જેમાં પ્રખ્યાત દત્ત મંદિર ની પ્રોટેક્શન વોલ તુંટી ગઈ છે, આશ્રમશાળા માં પણ નુકસાન થયું છે. સામા કિનારાના કેટલાય ગામોના ખેડૂતોની જમીન પણ ધોવાઈ ગઇ સહિતના મુદ્દાઓને લઈને પી.એમ ને પત્ર લખી સ્થાનિક આદિવસી ની વાત પી.એમ.સુધી પહોંચાડી છે.

હંમેશા સાચી બોલી અને મુશ્કેલીઓમાં હોય એને મદદ કરતા સાંસદ મનસુખ વાસવા આ મુદ્દાઓ પર ધ્યાન આપી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઘટતું કરવા વિનંતી કરી જેમાં મહત્વનું સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર નર્મદા ડેમ અને વિયર ડેમમાં પોતાની જમીન આપનારા સ્થાનિક આદિવાસીઓ કેટલાય વર્ષોથી રોજગારી અને સહાયતા બાબતે વિવિધ આંદોલનો કરી રહ્યા છે. પરિણામ સ્વરૂપે જ્યારે જ્યારે પણ કેવડિયા વિસ્તારમાં PM મોદી અથવા ગુજરાતના CM રૂપાણીનો પ્રવાસ કાર્યક્રમ હોય એવા સમયે આ આંદોલન ચલાવતા આગેવાનોને નજર કેદ અથવા તો ડિટેન કરવામાં આવે છે. હાલમાં જ સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા સરદાર સરોવર નર્મદા ડેમ અસરગ્રસ્તોના આંદોલનને ટેકો કરતા લખન મુસાફિરને નર્મદા જિલ્લા તંત્રએ 6 મહિના માટે 5 જિલ્લા તડીપારનો હુકમ કર્યો છે.

બીજી બાજુ સરદાર સરોવર નર્મદા ડેમ થકી ગુજરાતના ખૂણે ખૂણામાં સિંચાઈ અને પીવાનું પાણી પહોંચે છે તો એક તરફ નર્મદા ડેમની નજીકના જ અમુક વિસ્તારમાં ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખા મારી રહ્યા હોવાની ઘણી ફરિયાદો તંત્ર પાસે આવી છે, તે છતાં હજુ સુધી કોઈ જ નિરાકરણ આવ્યું નથી. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ સંબંધિત વિવિધ આંદોલનને તંત્ર સરકાર વિરોધી આંદોલન ગણે છે.ત્યારે ભરૂચ ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવાએ નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સંબંધિત વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ફરિયાદ કરતો એક સણસણતો પત્ર PM મોદીને લખ્યો છે.જેમાં એમણે પોતે એવું કબુલ્યું છે કે નર્મદા ડેમનું પાણી સ્થાનિકોને સિંચાઈ માટે મળતું નથી.

ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એક સારો પ્રોજેક્ટ છે પરંતુ તેને વિકસાવવા બનાવેલ અન્ય પ્રોજેક્ટ પૈકી ગરૂડેશ્વર પાસે બનાવેલ વિયર ડેમમાં કોઈક તાંત્રિક ખામી હોવાની આશંકા છે.વિયર ડેમના કારણે પાણીનો પ્રવાહ વધવાથી ગરુડેશ્વર પાસે આવેલ ધાર્મિક સ્થળોને નુકસાન થયું છે.નર્મદા પુરાણમાં જે પ્રખ્યાત ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરનો ઉલ્લેખ છે ત્યાંના પરિક્રમા સ્થળ પર પાણીના પ્રવાહને લીધે મોટું નુકસાન થયું છે.ગરુડેશ્વર કાંઠા વિસ્તારના બંને બાજુના ખેડૂતોની જમીનનું ધોવાણ થયું છે.પ્રખ્યાત દત્ત મંદિરના પટાંગણમાં ચાલતું 8 ધોરણ સુધીના આશ્રમ શાળામાં પણ નુકસાન થયું છે.સામા કિનારાના કેટલાય ગામોના ખેડૂતોની જમીન પણ ધોવાઈ ગઈ છે.નર્મદા પરિયોજના અને વિયર ડેમમાં કેટલાય સ્થાનિક આદિવાસીઓ અને ગરીબોએ જમીન આપી બલિદાન આપ્યું છે.ત્યારે કેટલાકને હજી રોજગારી નથી મળી અને તેઓ અસંતુષ્ટ છે.વળી કેટલીક જગ્યાએ હજી પણ સિંચાઈનું પાણી નથી મળતું.આ મુદ્દાઓ પર ધ્યાન આપી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઘટતું કરવા વિનંતી છે.

અન્ય સમાચારો પણ છે...