તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવતાં જ ભરૂચ નર્મદા જિલ્લામાં BTP અને ભાજપ વચ્ચે આક્ષેપબાજીઓ શરૂ થઈ છે. ભાજપના સાંસદ મનસુખ વસવા અને BTP ના છોટુવસાવા સામસામે આક્ષેપબાજી કરી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં BTPએ AIMIM સાથે ગઠબંધન કરતા રાજકીય ભૂકંપ આવ્યો છે. ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ઓવૈસી અને છોટુ વસાવાને ગાંડા છે તેમ કહી BTP પર પ્રહાર કર્યા હતા. ત્યારે BTPના છોટુ વસાવાએ તો મનસુખ વસાવા પર સ્લોગન બનાવી પ્રહાર કર્યા હતા. છોટુ વસાવાએ કહ્યું કે, મનસુખભાઈ જ એક દુઃખ છે.મનસુખ એ સુખ નથી. નર્મદા અને ભરૂચનું જે દુઃખ છે તેનું નામ જ મનસુખ છે.
છોટુ વસાવાએ ભાજપ પર પ્રહાર કરતા જણવ્યું હતું કે, ભાજપે ભરતીમેળો ચાલુ કર્યો છે. બેરોજગારોની ભરતી નથી થતી પણ રાજકીય બેરોજગારોની ભરતી ચાલુ કરી છે. જે રીતે રાજ થવું જોઈએ તે રીતે થતું નથી. આજે કિશાનોના આંદોલનને 80 દિવસ થવા આવ્યા પણ ઉકેલ સરકાર લાવતી નથી.છોટુ વસાવાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ પ્રહાર કર્યા હતા અને કહ્યું કે, નરેન્દ્ર મોદી કોર્પોરેટ સેક્ટરના ગુલામ છે. એટલે ખેડૂતોના પ્રશ્નોનો નિકાલ થતો નથી. આંદોલનનો નિકાલ નહિં આવે તો રાજકારણમાં વિસ્ફોટ થશે. જે રીતે ભારતમાં કોંગ્રેસની હાલત થઇ છે એજ હાલત ભાજપની પણ થવાની છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.