નર્મદા જિલ્લામાં ચૈત્ર મહિનાનો અનેરો મહિમા જોવા મળે છે ચૈત્ર મહિનામાં નર્મદા પંચકોશી પરિક્રમા નો મહિમા હોય છે તેવી રીતે આદિવાસી સમાજ માં ચૈત્ર મહિનામાં વિશ્વ શાંતિ અને ગ્રામજનો ની ખેતી સારી થાય, મબલખ પાક આવે ગ્રામજનો સમૃદ્ધ બને એ માટે 48 કલાકના ઉભા ભજન નું આયોજન કરવામાં આવતું હોય છે. પોતાના કુળ દેવી દેવતાની આરાધના કરી અખંડ દીવો પ્રગટાવી વિવિધ ગામોમાંથી ભજન મંડળીઓ બોલાવી એકધારી રમઝટ જમતી હોય છે.
ભજન મંડળીઓ ભજન ગાતા હોય તે દરમયાન ભક્તો ભજનના ભક્તિમાં તરબોળ બનીને ગરબે ઝૂમે છે. અને આમ એકધારું ભજન ચાલે ભજન મંડળીઓ બદલાયા કરે ભક્તો થાકી જાય ત્યારે બીજા નાચવા લાગે પણ આ જે મહિમા છે જે અનેરો છે. નાંદોદ તાલુકાના ભુછાડ ગામે ધારાસભ્ય પી.ડી.વસાવા અને તેમના પરિવાર દ્વારા દર વર્ષે ચૈત્ર મહિનામાં ઉભા ભજનનું આયોજન કરવામાં આવે છે.
જેમાં તેઓ જાતે તેમના પુત્ર જતીનભાઈ, પૌત્ર પાર્થ અને બે જમાઈ,દીકરીઓ સહીત તેમના સમગ્ર પરિવાર જોડાય છે. ગ્રામજનો સાથે ઉભા ભજનમાં ધારાસભ્ય પી.ડી.વસાવા 76 વર્ષની ઉંમરે પણ યુવાનોને શરમાવે એવી તાકાત સાથે નાચે છે. આ વર્ષોથી ચાલતી પરમ્પરા મુજબ આયોજન કરવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.