સાંસદની લોકોને ટકોર:આદિવાસીઓમાં ભાગલા પાડનારાથી સાવધ રહેજો

રાજપીપળા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેવમોગરામાં મનસુખ વસાવાની આદિવાસી સમાજને ચેતવણી
  • મંત્રી નિમિષા સુથારના જાતિ પ્રમાણપત્ર મુદ્દે સવાલો ઉઠાવ્યા

દશેરાના દિવસે ભાજપ સાંસદ મનસુખ વસાવા એ એક આદિવાસી.સંમેલનમાં હાજરી આપી. સાગબારાના દેવમોગરા માતાજીના મંદિરમાં પાંડુરી માતાજીની આરતી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. એમની સાથે પૂર્વ વન મંત્રી મોતીલાલ વસાવા સહિત ભરૂચ અને નર્મદા જિલ્લા ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આરતીના કાર્યક્રમ બાદ મનસુખ વસાવાએ કાર્યકરોને સંબોધ્યા હતા. આદિવાસીઓમાં ભાગલા પડાવનારા અને ખોટા આદીવાસીના પ્રમાણપત્રો લેનારાને આડેહાથ લીધા હતા.આદિવાસીના ખોટા પ્રમાણપત્રને લઈને ભાજપના જ મંત્રી નિમિષા સુથારને પણ અડફેટે લઈ લીધા હતા.

મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસીઓના પ્રશ્નોના ઉકેલ માટે આપણે સંગઠિત થવું પડશે.દેશમાં આદિવાસીઓ વચ્ચે ભાગલા પડાવવા વાળા વિદેશી તાકાત અને રૂપિયાને લીધે સક્રિય બન્યા છે એમનાથી સાવધાન રહેવું પડશે બાકી ભવિષ્યમાં હિંદુ ધર્મ ખતરામાં આવી જશે.આપણે દેશમાં સત્તા હાંસિલ કરી દીધી એટલે એવું ન સમજવું કે આપણે જગ જીતી લીધું.આદિવાસીઓએ પણ વર્ષોથી દેવી દેવતાની પૂજા કરતા આવ્યા છે.

હિંદુ ધર્મનો ઠેકો લઈ ફરનારાને હું કહું છું, આદીવાસી ઓને દિલથી સ્વીકારજો.ગુજરાતમાં આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો લેનારા સંગઠિત થઈ રહ્યાં છે અને આપણે સાચા આદિવાસીઓ અંદરો અંદર લડી રહ્યા છે.

મને પાર્ટી કાઢી મૂકે તેની બીક નથી, સાચાને સાથ આપીશ
મંત્રી નિમિષા સુથાર ખોટા છે એટલે ખોટા જ છે.હું એમના ચૂંટણી પ્રચારમાં જીતાડવા પણ નથી ગયો. જે લોકો એમને જીતાડવા ગયા છે એમને ખબર હશે. નિમિષા સુથાર જ્યારે રાજપીપળા આવ્યા તો લોકો એમને પગે પડતા હતા પણ ખોટાને પગે ન પડવું જોઈએ.મને પાર્ટી કાઢી મૂકે એની મને પરવા નથી હું સાચી વાત કહીશ. > મનસુખ વસાવા,સાંસદ

અન્ય સમાચારો પણ છે...